________________
પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન.
ટકવામાં (અને કઈ વખત તે છોકરા માટે દોરાધાગા કરા-- વવામાં ) શું કરવા નાહક હમારા પૈસા, શરીર અને સમયની સાથે હમારા આત્માને પણ ડુબા છો? તેઓ સારા હશે તે હેને લાભ મળે છે; ખોટા હશે તો તેથી ગેરલાષ પ્રથમ હું મને (અને પછી–અને તે પણ બીજા ભવમાં–હેમને ) છે. માટે હમે હમારું સંભાળ અને સાધુધેલા થવાને બદલે દેશધેલા બને. અકેક સાધુની માનતામાં કે હેના માનમાં કહાણીપ્રભાવના કે જમણ કરવામાં, કે હેના કહેવાથી કોઈ ટીપ ભરી આપવામાં હશે હજારો રૂપિયા દર વર્ષે ખર્ચા છે, પણ કેળવણીના ફેલાવામાં કે • હોમરૂલ લીગ ' માં કે સમાજસુધારણામાં કોઈ દિવસ રાતી પાઈ ખર્ચા છે ? અને એ હમારા પાખંડી–માનભૂખ્યા-ગુરૂઓએ હમને
વે રસ્તે ખર્ચવાની સલાહ પણ કોઈ દિવસ આપી છે ? આ ભેલા! તેઓ હમને કોઈ દિવસ એવી સલાહ આપવાના નથી હમે મૂખ રહો એમાં જ હેમનું હિત છે, હમે બુદ્ધિશાળી અને દેશદાઝજ્ઞ થાઓ એમાં તે એમનું નુકશાન છે. પેશાબ ખુલ્લી જમીન પર કરવો કે પાત્રમાં કરવો એ બાબતના નિર્ણય કરવામાં હમે નહક વખતે ન ગુમાવે; તે કામ નવરા ભીખમંગાને માટે રીઝ રહેવા દો. હમારી આસપાસ બત્રીસ ક્રેડ દેશી બંધુઓમાં શું દશા* ચાલી રહી છે તે તરફ હમારું ધ્યાન રક્તાં શિખો. જે
* ૩૨ ક્રેડ ભારતવાસીઓ પૈકી ૧૦ ક્રોડ તે ભૂખે મરે છે એમ શ્રીઅર્સન નામને અંગ્રેજ ગણત્રી કરીને કહે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભૂખથી ૮૦ લાખ અને પ્લેગથી ૧૦ લાખ હિંદીઓ મરણ પામ્યા, કેટલાક લોકોને એક જાતનો પથ્થર ભાગીને હેલેટ ખાવો પડે છે અને થોડા વખતમાં મરવું પડે છે. આવા ભયંકર ભૂખમરા વચ્ચે “નીતિ પાળવી પણ મુશ્કેલ છે તો મોક્ષની ચર્ચાઓમાં સમય ગુમાવવો એ મૂર્ખતા નથી શું ?થો આરો આજે રહ્યા નથી, કે જે વખતે ૨૦-૨૦ હજાર માણસે એક સાથે સાધુ બની શકતા અને તેમને આહાર પણ મળી રહે. રૂશિયા જેવા પછાતમાં પછાત દેશના લોકોની સરેરાશ આવક મહીને રૂ. ૧૪) છે, અમેરિકનની રૂ. ૫૦) છે, સ્ટૅટલૅન્ડના માણસની રૂ. ૬રા છે, હારે આજે ભારતના પ્રત્યેક મનુષ્યની (સરેરાસ) આમદાની મહીને રૂ. ૧-૬-૦ છે, અને હાનામાં ન્હાના ગામડામાં અને હદપારની કરકસરથી રહેનાર ખેડુતને પણ મહીને રૂ. ૪-૦-૦ ખર્ચ આવે છે. આ ખાડે કેવી રીતે પુરાશે ? પેટાજ્ઞાતિઓ અને ધર્મપથના