________________
૫૯૮
જૈનહિતેચ્છું.
'
અને તેવી રીતે મળેલાં નાણું પિતાના અંગત સુખો અને સગવડ અને ભભકાઓ અને મજાઓમાં ખર્ચે છે. તેથી તેઓના શબ્દ પ્રત્યે લોકોના હૃદયમાં કંઈ પૂજ્ય બુદ્ધિ ભક્તિભાવ–નથી હોતે, અને ભક્તિભાવ વગર સખ્તાઈ થઈ શકે જ નહિ. મનુના કાયદા અતિ સપ્ત હતા, પણ તે પ્રેમપૂર્વક પળાતા; કારણ એ છે કે મનુ એક ત્યાગી જેવો—દુનિયાએ માનેલા સુખની તમા વગરનો ધારાશાસ્ત્રી હતા. માત્ર તેઓ જ સપ્ત ધારા કરી શકે કે જેઓ પિતા તરફ સખ્ત હોય, પોતાના મોજશોખ અને ખર્ચો અને સગાવડે અને સુવાળાપણા ઉપર છુરી મૂકી શકતા હોય. હિંદુ તત્ત્વજ્ઞાનનું આ રહસ્ય છે, અને સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા એક વાતને હિંદુ તત્ત્વજ્ઞાને છેડી નથી. I મુદાની વાત પર આવતાં કહેવા દો કે, વડોદરા રાજ્યની ધારાસભાએ પુરોહિતેને દંડવાની દરખાસ્તને હવામાં ફેંકી દેવામાં માત્ર ભરૂમણું–નિબળતા બતાવી છે. બાળલગ્ન અને વૃદ્ધલગ્ન ( વૃદ્ધલગ્ન અટકાવવા માટે હમણાં. આ ધારાસભાએ એ ખરડે પસાર કર્યો છે કે પ૦ કે તેથી વધુ ઉમરના પુરૂષે ૧૬ કે તેથી ઓછી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કે પુનર્લગ્ન ન કરવું અને કરશે હેને રૂ. ૫૦૦ સુધીના દંડની સજા કરવામાં આવશે.) અટકાવવાની વાત એ એક theory. “સિદ્ધાન્ત” મારા હોય, એક ચર્ચા કે શાભાની ચીજ માત્ર હોય એમ આપણે લોકો હમજે છે; એની અનિવાર્ય જરૂર વિચારવા જેટલું એમનું સમાજશાસ્ત્રને લગતું જ્ઞાન નથી. દુનિયામાં
હેટામાં મોટે પ્રશ્ન સમર્થ પ્રજા ઉત્પન્ન કરવાનું છે, રાજનીતિ, વૈદક, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, સંગીત, ઇતિહાસ, યંત્રવિર્ધા, રસાયણ વિદ્યા અને ખુદ ધર્મશાસ્ત્ર પણ એ મુખ્ય પ્રશ્નના નીવેડામાં મદદગાર ચીજો તરીકે જ કામનાં છે. નિર્બળ પ્રજા ઉત્પન્ન થતી અટકાવવી એટલું જ બસ નથી, પણ સબળ પ્રજા ઉત્પન્ન કરવી એ રાજ્યનું લક્ષબિંદુ હોવું જોઈએ. સ્વરક્ષણ કરવાની શકિત વગરનો એક પણ માણસ ન પાકે એટલી હદ સુધીનું બંધારણ કરવાનું છેઃ એ ખ્યાલ નજર હામે રાખીને ક્રમશઃ સુધારા દાખલ કરવા જેઇએ. જે રાજ્યમાં બાળકો પરણતાં હોય, જે રાજ્યમાં ખેડુતો પિતાના, રાજ્યના, ધીરનારના, કુદરતના કે બીજા કોઈ પણ કારણથી]
ખે મરતા હોય, જે રાજ્યમાં એક પણ માણસ અપઢ હોય, જે રાજ્યમાં સ્ત્રીઓને કુકમ કરવાને રસ્તો લેવાની ફરજ પડતી હોય,