________________
૫૦૬
જનહિત છુ.
જનક અવસ્ય છે; પણ હેને દોષ ભાગ્યે જે બાળલગ્નનિષેધક કાયદા ઉપર કે ના ગાયકવાડ સરકાર ઉપર મૂકી શકાય. એ દોષ અમલરેની કર્તવ્યપરાયણતાની ન્યુનતા ઉપર, જૂદા જૂદા ધર્મોના ગુરૂઓની દેશદ્રોહી ગેરકાળજી ઉપર, * ગુજરાતી ? જેવા વિચારના પત્રકારો ઉપર, અને કેળવાયેલા લોકનાયકે પણ રાજ્યના અમલદારોને મદદ કરવાની પોતાની ફરજ હજી હમજ્યા નથી તે ઉપર સુકા ઘટે છે; અને આગળ વધીને કહ્યું તે કાયદાને મળેલી ઓછી ફતેહ ખુદ તે કાયદાની દયાળુતાને આભારી છે. નહિ કે સખ્તાઈને. જે દંડને બદલે એક દિવસની પણ સખ્ત જેલની શિક્ષા ઠરાવવામાં આવી હોત તો એચાર અજ્ઞાન વ્યક્તિએ અસાધારણ દુ:ખ અનુભવવા પામત એ હું સ્વીકારીશ, પરંતુ એ “ભય” કોઈને કાયદો તોડવાની હિમત ધરવા દેત નહિ અને થોડાં વર્ષોમાં એ કાયદો બીનજરૂરી થઈ પડત.કાયદો છતાં હજી બાળલગ્નો થતાં રહ્યાં છે તે વાત ના. ગાયકવાડ સરકારની ધ્યાન બહાર નથી અને તેથી તે હાંની ધારાસભામાં ચેડા વખત ઉપર એવી દરખાસ્ત રજુ થઈ હતી કે બાળલગ્ન જેડનારને અથવા પુરોહિતને ગુન્હેગાર ઠરાવી સજા કરવી. હિંદુઓ બ્રાહ્મણ વગર લગ્ન કરી શકતા જ નથી અને જે બ્રાહ્મણને બાળલગ્નની તથા વૃદ્ધલગ્નની લગ્નક્રિયામાં ભાગ લેવા માટે અંદારી કોર્ટમાં ઘસડવામાં આવે તો એક પણ બાછાલન કે વૃદ્ધ લગ્ન થવા પામે નહિ પરંતુ કેટલાક અને આવા કાયદામાં મોટો ભય લાગ્યો અને તેઓ હેની વિરૂદ્ધ પયા.જેથી હાલ તુરતને માટે તે એ વિચાર પડતો મૂકવો પડ્યો છે. વડોદરાની ધારાસભાના સભાસદો અતિદયાળુ જીવદયાપ્રતિપાલક મહાત્મા જણાય છે ! આજના ભણેલાઓમાં કંઈ ખાસ લક્ષણ વધારે તરી આવતું જોવામાં આવતું હોય તે તે ભયભીતપણું છે. તેઓને મોક્ષ જોઇએ પણ મોક્ષ માટે તપ કરવો હેમને ભયંકર લાગે છે; અમેરિકા જેટલી લકમી ગમે, પણ જે સ્વાતંત્ર્યથી તે લક્ષ્મી મળી છે તેવા સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે લડવાની વાત એમને ભયભીત બનાવે છે; વડોદરા રાજ્યમાં બાળલગ્નો મુદલ અટકી જાય તે સારું એમ તેઓ દરછે છે, પણ એ કિમતી ફળ મેળવવા માટે જરા અગવડ કે મુશ્કેલી કોઈને ભેગવવી પડે એને વિચાર સરખો પણ હેમને ગભરાવી દે છે ! દરેક સ્ત્રીને માતા થવાની તીવ્ર ઉત્કંઠા હોય છે, પણ “આજના સુધારામાં જન્મેલી નાજુક સ્ત્રી પ્રસવવેદનાના સંભળેલા ખ્યાલ માત્રથી એટલી કરતી હોય છે કે માતા થવાના પ્રસંગને દૂર રાખવા અકુદરતી ઈલાજો