SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ધલગ્ન વિરૂદ્ધ કાયદે. ૫૫ (१०) वडोदरा राज्यमां बाळलग्न अने वृद्धलम विरुद्ध कायदो... " જુન ૧૯૧૭ના આ પત્રના અંકમાં, જ્ઞાતિઓની જુલમી - જ્ઞાન દેર તોડવાના અને સંસારસુધારાની પ્રગતિને ગેરવાજબી અટકાયતથી બચાવવાના આશયથી ના ગાયકવાડ સરકારે કરવા ધારેલા એક કાયદાને અનુમોદન આપતાં હું કહી ગયા હતા કે, હિંદ જેવા સત્વહીન બની ગયેલા દેશમાં બુદ્ધિવાદ મદદથી અથવા લેકમત કેળવાય ત્યહાં સુધી રાહ જોવાની પદ્ધતિથી કોઈ પણ જાતનો સુધારે દાખલ થઈ શકે તેમ નથી. જે દેશમાં ચેતરફનો વિચાર કરવાની શક્તિ આપનારી ઉંચી કેળવણી તો દૂર રહી પણ પ્રાથમિક કેળવણી સેંકડે ૨૮ પુરૂષને જ મળે છે અને સ્ત્રીઓમાં તે માત્ર છે કાને જ તે મળે છે એવા દેશનો સામાન્ય જનસમૂહ કોઈ પણ સુધારાના લાભાલાભ હમજવાની કેટલી લાયકાત ધરાવતો હોવો જોઇએ એ વિચારવું મુશ્કેલ નથી; અને હાં સુધી આ સામાન્ય જનસમૃદ્ધ અમુક સુધારાની કિમત સ્વીકારે નહિ હ સુધી લોકમતનું માન રાખી સુધારે દાખલ કરવાનું મુલ્લવી રાખવામાં આવે તે હું નથી ધારો કે પાંચસે વર્ષે પણ આ દેશને ઉન્નત બનાવી શકાય. આ દેશમાં સંસારસુધારા અસરકારક રીતે દાખલ કરવા માટે રાજ્યની ડખલ અનિવાર્ય જરૂરી છે. રાજ્યની ડખલમાં જોખમ અને ભય નથી એમ હું કહેવા માંગતો નથી, પણ સંપૂર્ણ સત્યાનાશી કરતાં એવા ક્ષણિક ભયે વધારે ઈચ્છવા જોગ છે, અને વળી એથી લેકે રીઢા વધારે સહનશીલ–બનવા પામશે. નામદાર ગાયકવાડ સરકારે બાળલગ્ન નિષેધકકાયદો કરીને આ સત્ય અંશતઃપુરવાર કર્યું છે. * ગુજરાતી” જેવા કેટલાક પત્રકાર અને હેના પેટમાં કહાં દુઃખે છે તે નહિ હમજનારા કેટલાક ભોળા લેાકો હવે એવી દલીલ લાવે છે કે, એ કાયદો થવા છતાં બાળલગ્નો તો થયા જ કરે છે તે પછી કાયદાથી શું લાભ છે ? તેઓને જવાબ મળવો જોઈએ છે કે,કાયદે થયા પછી બાળલગ્નોની સંખ્યા ઓછી થવા પામી છે એ વાતની તો કોઈ વિધી પણ ના કહી શકશે નહિ. બાળલગ્નો એ કાયદાથી તદન અટકી જવાં જોઈતાં હતાં, પણ તેમ હજી થયું નથી એ ખેદ
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy