________________
મહાત્મા ગાંધી અને વિધવાલગ્ન.
૫૮૩
ધીજીનું સ્વરૂપ વિચારીશું. ધ્યાનમાં રહે છે, ગૃહસ્થના પોશાકમાં છતાં તે એક “પૂરા ત્યાગી ” અને બ્રહ્મચારી પુરૂષ છે. પિતાના પુત્રોનાં વેવીશાળ જેવાનો ખ્યાલ પણ હેમને અસહ્ય થઈ પડે છે. એવા પુરૂષો મ્હારે કઈ બેલે હારે “ભાષા સમિતિ” ના નિયમનું + લંઘન ન થાય એવી “ યતના પૂર્વક અથવા કાળજીસહિત જ બોલે. તેઓ શરૂમાં જ કહી દે છે કે, “ વિધયાને સવાલ જે તે નથી.” મતલબ કે, લોકમાન્યતાને વશ થઈ વિધવાને લગતા કોઈ વિષયને એક ભડાકે ઉડાડી દે એ કાંઈ ડહાપણ નથી; એમાં દેશકાળ, રીવાજો, પરિસ્થિતિઓ, મનુષ્યપ્રકૃતિ, કેળવણી અને ગૃહ સંસારની સ્થિતિ, ધર્મશાસ્ત્રો આદિ અનેક બાબતો વિચારવાની હોય છે. આવા “ગંભીર' વિષય પર સંક્ષેપમાં પોતાને અભિપ્રાય આ૫વાનું પ્રાપ્ત થતા તેઓ કહે છે કે, “વિધવા પોતાની ઈચ્છાનુસાર પુનલગ્ન કરે એ એક વાત છે;”અર્થાત વિધવાની ઈચ્છાનુસાર થતાં તેણીનાં લગ્ન રહામે તેએ વિરોધ કરતા નથી. હું એ પણ ખુલ્લું કરી બતાવીશ કે આ શબ્દો વડે તેઓ કોઈ આદેશ પણ કરતા નથી, પણ એમ તે તેઓ પ્રથમલગ્નને પણ આદેશ કરતા નથી, માત્ર બ્રહ્મચર્યને જ આદેશ કરે છે. તેમના જેવા મહાત્માઓ-જેમ જૈન શાસ્ત્રમાં સાધુવર્તન સંબંધમાં કહ્યું છે તેમ–આદેશ તે સર્વોત્કૃષ્ટ માગનો જ કરે અને મધ્યમ માર્ગ બાબતમાં મૌન રહે–
વિધ ન કરે, તથા અધમ માર્ગ હામે ખુલ્લો વિરોધ કરે. હવે જુઓ કે તેઓ શું કહે છેઃ “ વિધવા પિતાની ઇચ્છાનુસાર પુનર્લગ્ન કરે એ એક વાત છે; પણ પુનર્લગ્ન કરવાનું બાળવિધવાને શિખવવા પાછળ કાળક્ષેપ કરવો તે તદ્દન જુદી વાત છે.” તેઓને વિરોધ, બાળવિધવા કે જેનામાં હજી કામતૃષ્ણ જાગી નથી અને કામતૃષ્ણ દબાવી દેવાના પ્રમાણિક પ્રયત્નનો માર્ગ એક્વાર અંગીકાર કરવામાં આવ્યો નથી, હેનામાં હજી “પિતાની ઈચ્છા જેવું કંઈ છે નહિ, જે હિતાહિત વિચારવાને લાયક બની નથી, તેવી સ્ત્રીઓને લગ્નની ઉશ્કેરણી કરવાના ઉદ્ધતાઈ અથવા “ જુલમ ” હામે છે. આવી ઉશ્કેરણીનું બીજું નામ “જુલમ કહેવાય અને તે અલબત વિરોધને પાત્ર છે. પરંતુ જે વિધવામાં કામતૃષ્ણ ઉત્પન્ન થઈ ચૂકી છે અને તે તૃષ્ણાને દાબવાના યથાશક્તિ કરાતા તેણીના પ્રયાસ નિષ્ફળ નીવડવાનું તેને ભાન થયું છે, જે વળી લગ્ન સાથે જોડાયેલા લાભગેરલાભનો સ્વતંત્ર રીતે વિચાર કરવા લાયક ઉમરની થઈ છે, તેવી વિધવાને પિતાની ઈચ્છાથી લગ્ન કરતાં સમાજે રેકવી ન