________________
દશાશ્રીમાળી હિત છુ” નું અવલોકન. પટેલ વ્યાપારમાં નફે અને ટેટે બને છે એમ જાણવા છતાં કયે વાણીયો વેપાર કરવાથી દૂર રહ્યો ? જીવવું છે, તો વેપાર કર્યા વગર ટકા જ નથી,–પછી નફો થાય યા નુકશાન એ જુદી વાત છે. નુકશાન થતાં ગુજારાનના બીજા ભાગ હેને નથી મળી આવતા શું? અને નુકશાનના વિચાર કરીને કેાઈ વાણીયે હવા ખાઈને બેસી રહ્યો ખરે ? જીવન એ હાર-જીતના પાસાવાળું નિરંતર ચાલતું યુદ્ધક્ષેત્ર જ છે. કોઈ પણ દિવસ હમે હેને “કંઈ પણ હાર વગરનું–કઈ પણ ઉપાધિ વગરનું–કંઈ પણ કષ્ટ વગરનું - બનાવી શકવાના નહિ જ. દુનિયા જે છે તે આ છે; હારની બીકથી નિષ્ક્રિય બેસી તિ ગંધાઈને મરી જશે, કુદરત જે સ્થિતિમાં હમને મૂકે તે સ્થિતિમાં વગર બબડેયે “ ચાલવા ” માં જ હમારા “ જીવન ની રક્ષા છે. બાકી તો હમે પોતે લખો છો તેમ જ છે કે, “ જેમને માટે આપણે વિચાર કરીએ છીએ તેમને–એટલે આખી સ્ત્રી જાતિનેઆ સંબંધે શો અભિપ્રાય છે તે જાણવું આવશ્યક હોવા છતાં તે તો શિશશ્ચંગવત છે ” ( અર્થાત આપણું સમાજની સ્ત્રીઓ ખુલ્લી રીતે મનને અભિપ્રાય જાહેર કરે એ વાત અશક્ય છે ); અને “ પુરૂષ વર્ગમાં સ્વાથી, સ્વમાનરહિત, જ્ઞાતિદાઝશન્ય અને કલહપ્રિયને ટેટ નથી, એટલે પછી એમને પણ (અભિપ્રાય આપવા માટે) આમંત્રણ આપવું તે અકાલે છે. ” ખરેખર વાંકાનેર મહાજને ઉત્તરે આપવામાં ઉંડા વિચાર અને પ્રમાણિતાને પુરતો ઉપયોગ કર્યો છે, જે જોઈ એક સહજ્ઞાતિજન તરીકે મહેને અભિમાન ઉપજે છે. ભાઈબંધ દશાશ્રીમાળી હિતેચ્છુ ”ને આવા પ્રશ્ન ઉભા કરવાની ઉપજેલી મતિ માટે મુબારકબાદી આપતાં ઈચ્છીશ કે એ પત્રમાં આ પનોના જેટલા જેટલા ઉત્તર છપાઈ ગયા હોય તહેનો સંગ્રહ એક જુદા પુસ્તકરૂપે પ્રકટ કરવામાં આવે, કે જે પુસ્તકમાં ( અને બની શકે તે માસિકના હવે પછીના દરેક અંકમાં પણ) દરેક પ્રત્યુત્તરની ખાસ ખુબીઓ પર પ્રકાશ પાડવામાં આવે, તથા અકેક પ્રશ્નના જૂદા જૂદા જવાબોનું પ્રથક્કરણ અને મુકાબલો કરી સ્ટેનું હાર્દ ખુલું કરવામાં આવે.