________________
* “ દશાશ્રીમાળી હિતેચ્છુ’નું અવલોકન.
૫૮૮
શકાય નહીં. તેને એક પ્રતિકાર આજે સુગમ્ય હોય અને ભવિષ્યમાં તે દુર્ગમ્ય થઈ પડે તે વળી મૂળ ઉપર પણ આવવું પડે. ” આ શુઓ કહેશે કે “સબુર, કેઈએ આ ધર ઉપર પાણી છાટવું નહિ; પહેલાં એ નક્કી કરે કે આગ લાગી જ કેવી રીતે? શું છોકરાએ દીવાસળી ફેકી હતી? તે બહારા બાપે મુખએ શા માટે ખબર રાખી નહિ! શું ચુલાને દેવતા ઉડયો હતો હારે મારી મા ગધેડીએ કેમ સાવધાની રાખી નહી ? બસ ખબરદાર મ્યુનીસીપલ બંબાવાબાએ મહારા ઘરપર પાણીની સુંઢ તાકવી નહિ ! તેથી મહારૂં કિમતા ફર્નચર અને દીવાલે ભી જાઈ બગડી જશે અને હું તેની નુકશાની ભરી લઈશ !” કેવું સુંદર ડહાપણ! પણ ભલી મ્યુનીસીપાલીટી– લેક હા કહે કે ના કહું તો પણ આગને ઓલવવાના કામમાં જેણે ફરજ માનેલી છે તે તો-હેને ધકકા મારીને પણ સુંઢને મારે ચલાવવાની જ અને ધમાં પાછું પડવા જેટલા થોડા નુકશાનથી આખા ઘરને અને ઘરમાંના સામાનને તથા કિમતી અને તેમજ ભયમાં પડેલા પડેસીઓનાં ઘરોને બચાવવાની જ. સુધારકાની ખરી સ્થિતિ આ મ્યુનીસીપલ બંબાવાળા જેવી છે. અને તેમ છતાં જો ઘરનાં માલેકથી પાણીનો મારો ન ખમાતો હોય તો ભલે કઈ દૈવી દાક્તથી–કાઈ મંત્રવિદ્યાર્થી–કે બીજી કઈ રીતે આગ ઓલવે; ૫રંતુ જયાં સુધી તે આગ ન ઓલવે ત્યાં સુધી પડોસીઓએ બંબાના મારે ચાલુ રાખવાનો આગ્રહ કરવો જ પડશે, કારણ કે “બોની મૂબઈ માત્ર હેને એકને જ નહિ પણ સમાજને પણ અસર કરે છે.
• આમ કરે છે તેમ કરો, એટલે પછી વિધવાઓને સંભવ જ નહિ રહે અને વિધવા લગ્નના સવાલને જગા જ નહિ મળે ": આવું બકનારને જીંદગી સુધી સુધી લોખંડી પીંજરામાં ભૂખ્યા તરસ્યા પુરી રાખીને કહેવું જોઈએ છે કે, “ આવું તપ કરવાને શુભ અવસર ને ફરી ફરી કહાંથી મળશે? મૂખ, રડે છે શું? અને ખાવાના અને દુનિયામાં મહાલવાના ફાંફાં મારે છે શું કરવા ? કરી લે અણુશણ વ્રત અને મનને મારી લે; બસ મન માર્યું એટલે દુનિયાના ફેરામાં પડવું જ બચ્યું ! વારંવાર જમવું અને વારંવાર મરવું, ઘડીમાં એકના બેટા થવું અને ઘડી માં બીજે બાપ કરેઃ આ અધર્મ-આ પાપ-આ દુઃખમાં ને શું મજા પડે છે ? જે ગજસુકુમારને માથે ન્હાની ઉમરે ખેરના બળતા અંગારા મૂક્યા હતા