________________
૫૮૮
જનહિતેચ્છુ.
અને તે ભલું મહાજન મનમાં તે બરાબર હમજે છે. તે કહે છે: “કાંઇક બાંધ છોડ થાય છે, પણ તે છૂટ ક્યાં જઈ અટકશે તે કહી વથી સપડાવું અને પછી કવાનાઇન જેવી કડવી દવાઓના ઘટડા પીવા ! આ સંઘ દ્વારકા જાય નહિ !”.....કે મહાભારત ઈલાજ બતાવ્યો છે આજ સુધી કોઈ જાણતું હતું કે વિધવાપણું ન થવા પામે એ સારું છે ? આવા ને આવા ટાયલા કરનારા–કા ઈપણ સં. બંધ વગરનો બકવાદ કરનારા-પત્રકારોએ સમાજની સ્થિતિ વધારે કફોડી કરી મૂકી છે. રોગી ન થવાય એ શ્રેષ્ઠ છે એમ તો આવાં બાળકોનાં ઉપદેશ વગર પણસ કાઈ જાણે છે, પણ તે છતાં પડોસીઓની ગંદકીથી કે બીજ ગામોએ બગાડેલી હવાથી હારે એક ગામમાં રોગનો ૫વા ફેલાય હારે “ રોગ શા માટે આવવા દીધો?” એવી વાતોથી કાંઈ દહાડો વળવાન છે ? ત્યારે કાંઇ કડવી દવાના ઘૂંટડા પીધા સિવાય છુટકે છે ?–અને હમણાં પુનર્લગ્નની જે હિમાયત કરાય છે તે બાજું કાંઈ નહિ પણ, આખા સમાજમાં લગ્નસંસ્થા જે હદપારની ભ્રષ્ટતાએ પહોંચેલી છે અને હેને સુધારવાનું કામ દાયકાઓ સુધી શક્ય નથી (ઇષ્ટ બને તેટલું છે તો પણ ) તે લગ્નસંસ્થાથી ઉત્પન્ન થયેલા સવવ્યાપક વૈધવ્યવ્યાધિના ઇલાજ તરીકે ન છૂટકે લેવું પડતું કડવું ઔષધ માત્ર છે. વિધવા લગ્નના હિમાયતીઓ કાંઇ એમ કહેતા નથી કે બાળ લગ્નાદિ કરો અને કન્યાઓને વિધવા બનાવો; એથી ઉલટું બાળલગ્નાદિન અટકાયત માટે આ સુધારકો જ સાથી વધારે પ્રયાસ કરે છે અને હેમને નડતર કરનારા પણ વિધવા લગ્નના વિરોધીઓ જ છે! એમનાથી નથી માત બાળલગ્નનો નિષેધ, અને નથી ખમાતો પુતલંડ ને ઉપદેશ. એમાં પણ ગુજરાતી” પત્ર જેવા તે બાળલગ્નની પણ હિમાયત કરવા સુધીની લે કપ્રિયતાના ગુલામ છે. આમ જહાં સુધી, વાયડાઓ બાળલગ્નની ગ્યાયેગ્યતા બાબતની ચર્ચામાં રોકાઈ રહે ત્યહાં સુધી વિધવાઓ વધતી જ જાય અને પછી પેલા નિર્માલ્ય બાળક જેવાઓ કહેતા જ રહે કે “બસ મૂળ તપાસે, દવાના કડવા ઘૂંટડાની વાત ન કરશે અને કરશો તો હમે ગમે તેવા પગજુ અને ડાહ્યા હશે તો પણ હમને ધૂર્તા, નીચ, અધર્મ કહીશું !” ઘર બળવા લાગે, અને સ્ત્રીઓ અને બાળકેની તરફ ભડકે ભડકા થવા લાગે, હારે આ ધર્મના નામે પેટ ભરી ખાવા નીકળેલા ૫