SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ * દશાશ્રીમાળી હિતેચ્છુ ' નું અવલોકન. ૫:૭ -લગ્ન માટે બહાર પડશે. બાકી “ ચર્ચાથી વિધવાઓ મનઃસ યમ ખોઈ બેઠી છે ' એમ માની “ ખાનપાનના નિયમો પાળી, બ્રહ્મચર્ય પાળી, તનથી અને મનથી સુદઢ બનેલા દંપતી જોડાય એ જ સુલભ્ય પ્રતિકાર છે ” એમ કહેવાથી કાંઈ “ ઈલાજ ' હાથ લાગી જતો નથી. ચર્ચાઓ ચાલ્યાં જ જ કરશે, એને કઈ જ્ઞાતિ કે સરકાર પણ અટકાવી શકશે નહિ; એટલે પછી હમારી માન્યતા પ્રમાણે તે જ્ઞાકિની વિધવાનાં મન પ્રતિદિન વધારે ને વધારે મનઃસચમ બે બેસવાનાં જ અને પરિણામ વિધવા લગ્નમાં ન આવે તો તેથી એ ભયંકર કાર્યમાં આવવાનું તે ચક્કસ છે. અને વિધવાલગ્નની જરૂર જ ન પડે એમ થવા માટે હમે જે પ્રથમથી જ સુય લગ્ન યોજવાનું કહે છે તે તો આકાશકુસુમવત કલ્પના માત્ર છે. ખાનપાનના નિયમો કોઈ સમાજને ચોથે હિસ્સો પણ પાળી શકે છે ? “ તનથી અને મનથી સુદઢ બનેલાં જ દંપતી જોડાય ” એવી હમારી ઇચ્છા મુજબ વર્તન થતું સોમી પાંચ ટકાની બાબતમાં પણ જેવા પામે છે ? અને જહાં અમુક ધર્મના જ, હેમાં પણ અમુક જ્ઞાતિના જ, હેમાં પણ અમુક પ્રાંતના જ, હેમાં પણ અમુક સ્થિતિના જ લેકે વચ્ચે કન્યાવ્યવહાર થઈ શકે એવું સખ્ત બંધન છે હાં “ તનથી અને નથી સદ” એવી જ કન્યા અને એવો જ પુરૂષ ટુંકા સર્કલમાંથી કેવી રીતે મળી શકવાનો હતો ? હાલનું આખું બંધારણ યહાં સુધી ન ફરી જાય ત્યાં સુધી નવી નવી વિધવાઓ વધતી જ જવાની અને હેમનાં મન પણ અગાઉના વખતની વિધવાઓ કરતાં વધારે ચંચળ થવાનાં જ, એમાં લેશ માત્ર શંકા કરવા જેવું નથી. આખું બંધારણ ફેરવવાની તાકાદ વાંકાનેર જ્ઞાતિને હોઈ શકે નહિ અને તેથી પુનર્લગ્નની છુટ આપ્યા સિવાય બીજો રસ્તો પણ હોઈ શકે નહિ.* * ચર્ચાનું સ્વરૂપ નાહ હમજનાર એક બાળક માસિકકાર લખે છેઃ “વિધવાવિવાહનો ઉજળો સુધારો [ ખુદ પ્રતિવાદીના મુખેથી એને “ ઉજળે સુધારે કહેવાઈ જાય છે એ જ એ સુધારાના સત્યને દૈવી પુરાવો છે! ] દાખલ કરવાથી વૈધવ્યને ઉલટું વધારે ઉત્તેજન અપાશે, તેના કરતાં વૈધવ્યનાં કારણે જ બંધ કરવાં એ વધારે કુદરતી અને સલાહકારક માર્ગ છે. મેલેરીઆ તાવનું મૂળ કારણ શોધીને તે કારણે પ્રથમ દૂર કરવાની જરૂર છે, તેને બદલે મેલેરીઆની હવાવાળા પ્રદેશમાં વારંવાર વસવું, વારંવાર તા
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy