________________
૫૮૪
જૈનહિષ્ણુ પણું હારે રા. પાનાચંદભાઈ જેવા એક મોટા હોદ્દેદારના ઘરને સવાલ હેય હારે એ લગ્ન એક સુધારે” અને “ખુશી થવા જેવી બાબત બને છે? હમે કહેશો કે, આ કેસમાં તે “ કન્યાને અપરિણીત ઠરાવવામાં આવેલ હતી'; આ શું “સુધારા” માટે “ખુશી” બતાવનાર માટે ન્યાયસરનો બચાવ છે? અને મહાત્મા ગાંધીનું પ્રમાણિક શસ્ત્ર જ ઇષ્ટ લાગે છે; સુધારો કરવો જરૂર જ લાગતો હોય તો લંકાને ઠગ્યા સિવાય કરવો જોઇએ અને તેનાં પરિણામો સહવા તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ શુભ અને મહાન કામ કષ્ટ સહ્યા વગર થઈ શકતું નથી. પરણેલી કન્યાને આ પરિણીત કરાવવામાં આવી એટલે શું ? શું એ કાંઈ પાંચ-પચીસ માણસેના અભિપ્રાય માત્રને સવાલ છે? જે મહાજન લગ્નને “પવિત્ર” માને છે, ન ી શકે એવું માને છે, એંસી વર્ષના બુઢા સાથે બાર વર્ષની બાળકીને પણ ફેરા ફેરવ્યા પછી મુક્ત કરવા ના કહે છે, તે મહાજન ઘડીભરને માટે કોઈ પરણેલી કન્યાને “અપરિણીત 'ની છાપ આપે એનો અર્થ શું? જે મહાજન શુદ્ધબુદ્ધિથી-સમાજના હિત ખાતર અને સમજપૂર્વક-કાંઈ કરવા માગતું હોય તે લેણે એવું કહેવું જોઈતું હતું કે, અમુક સંજોગોમાં રડા લી બાલિકાઓને ફરી પરણવાની છું?” આપવામાં આવે છે, પછી ભલે તે છૂટનો ઉપયોગ એક અમલદારની છોકરી કરે અગર એક ભિક્ષુકની છોકરી કરે. પરંતુ લગ્નની જે ભાવના (Concept ) આજે આ પણ સમાજમાં પ્રચલિત છે તે ભાવના મુજબ તે, મહાજન ઉપગિતાના દષ્ટિબિંદુથી કે દયાના દષ્ટિબિંદુથી કે જમાનાને માન આપીને કે બીજા કોઈ પણ આશયથી કોઇપણ એક અથવા વધુ એકવાર પરિણીત થયેલી સ્ત્રીને અપરિણુત” ઠરાવે હેને અર્થ પુનર્લગ્ન જ છે અને માત્ર પુનર્લગ્ન છે. તે પછી શા માટે નાહક દશાશ્રીમાળીનું હિત ઇચ્છવા માટે કઢાતા પત્રમાં કમી હિતના સેંકડો પ્રશ્નોને છોડી વિધવા લગ્નની વિરૂદ્ધ બખાળા કહાડનાર ચર્ચાપત્ર– તે પણ એક નહિ પણ બબ્બે–ને જગા આપી લોકોને બ્રમણામાં ૩ અને ગુચવાડામાં નાખો છો ? હું હમારા ઉપર આરોપ મુકવા કોઈ રીતે ઇચ્છતો નથી, પણ હમે હૃદયને પ્રમાણિક રહેવાની હિંમત ધારણ કરે એટલું જ માત્ર ઇચ્છું છું અને એમ ઇચ્છવાનો એક હિંદી તરીકે, એક દશાશ્રીમાળી તરીકે, અને એક ભાઈબંધ પત્રકાર