________________
દશાશ્રીમાળી હિતેચ્છુ ' નું અવલોકન. ૫૮૧ અંકની ભાષા માટે તે વધે લે છે તે અંકમાં જ એ વાત લખેલી નહતી ? જહેની કેટલીક વૃત્તિઓ માટે આ અધિપતિને બહુમાન” છે તે માણસ પણ હું લખતે હોય એવો વહેમ હોય તો ખુશીથી અહીં આવે અને જેઓ સમક્ષ જાહેર કામને ઈજા કરનારી અધમ ખટપટ થઈ છે તેઓના મુખેથી ખરો રિપોર્ટ જાણું લે. પરંતુ ખરી વાત જેને પોતે બહુમાનથી જુએ છે તેના તરફથી આવતી હોવા છતાં માનવી નથી, અને પુરાવો મેળવવા દરકાર કરવી નથી, અને સ્વામી પાર્ટીએ કહ્યું કે “આ ખોટું લખે છે એટલે તે ખરૂં માની લઈને વાડીલાલભાઈ જેવા સમાજનેતા એવી અટકળો કરી બીજાએ ઉપર આવા આરોપ મુકે એ દીલગીરી ભરેલું ગણાય” એવી ટીકાઓ છાપવી છે, એ તે ખરેખર એક પત્રકાર તરફથી મળી શકત મોટામાં મોટો અન્યાય જ ગણાય. એમને જે એક અથવા બીજી જતને નિશ્ચય નહે તો ચુપ જ રહેવું હતું. હું હજી ચેલેન્જ કરું છું કે જે હારૂં કોઈ પણ કથન જ હોય તો ભલે કાલે જ હવારે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી હિમ્મત ન હોય તો મહારા તે લેખમાંની કોઈ પણ હકીકત (fact) અને કોઈ પણ દલીલ (argument) ને જુઠ્ઠી પાડનારો લેખ મહારાજ પત્રમાં લખી મેકલાવે, અફસોસની વાત છે કે, જે બાબતમાં મહારે દૂરને પણ કઇ સ્વાર્થ નથી તેવી બાબતમાં પણ આટલી ખટપટ કરવામાં આવે છે; અને જયારે હું શક્તિ બહારના જાહેર કામને પહોંચી વળવાની ચિંતામાં ખરેખર બળીને ખાખ થાઉં છું ( ગયા અંકમાં અહીંતહીં લખાઈ ગયેલા ઉદ્ગારો એ મહારી બળતરાના પૂલ પુરાવા છે,–જહેને હૃદય’ હોય તેઓ જ તે “અવાજ” હમજી શકે),
હારે છાપાવાળાઓ અને બીજાઓને ઠડે પેટે “માન્યતા’ની વાત સુઝે છે ! પણ એમાં દશાશ્રીમાળી હિતેચ્છુના તંત્રી ભાઈ મોહનલાલનો કાંઈ દેષ નથી; કેમી પત્રની હયાતી સાથે આવી “દૃષ્ટિ'ની હયાતી સ્વભાવતા જ જોડાયેલી હેય. અહી હું ગયા અંકના ઉભરા ફરી યાદ કરાવીશ કે, “ પણ આ દલીલો હું કોની આગળ કરું છું ? જેણે હરકોઈ રીતે અમુક ધારણે પાર પાડવાનો નિશ્ચય જ કરેલ છે ત્યેની આગળ હિત-અહિતની ચર્ચા શા કામની છે ? હું કબુલ કરીશ કે મહારી સધળી દલીલો અને શુભાશયો તે ગૃહસ્થના ચહેરા ઉપર જરાપણ અસર ન ઉપજાવી શકયો, અને મને લાગ્યું કે દુનિયામાં ન્યાય કે સત્ય છતું નથી, ચાલાકી અને બળ જ