________________
૫૮૦
જનહિતેચ્છ. વૃત્તિઓ હમને વાંધો લેવા લાયક લાગે છે ? આશા રાખું છું કે, વૃત્તિ' શબ્દનો અર્થ વિચારીને જ અને પ્રમાણિક ચર્ચાની હદમાં રહીને જ જવાબ મળશે. બોર્ડિગના ખાસ અંકમાંની જે ભાષાપર આ આરોપ મૂકવામાં આવે છે તે ભાષા કેાઈ માન્યતાની વાચા (expression)નથી, પણ હકીકતની અને હૃદયની વાચા' છે, અને હકીકતમાં સ્વભાવતઃ એટલી કઠણાઈ રહેલી છે કે “હકીકત' શબ્દ સાથે જ “કઠણુ શબ્દનો પ્રયોગ હરહમેશ થાય છે, જેમકે hard. _facts. બીજી બોર્ડિગની જરૂર છે કે નહિ એ બાબત પર બોલવાનું હેય હાં “માન્યતા’ નો સવાલ છે ખરે, પણ એક સંસ્થાના સ્થાપનાર ઉપર લેકોનો અવિશ્વાસ થાય એવી અફવા ઉડાડવી એ પણ શું “માન્યતાને સવાલ છે કે ? અને શું અંગત ષની સાબીતી માટે આથી વધારે મજબુત પુરાવાની જરૂર રહે છે કે ? એવી અફવાઓ પણ હું સહન કરતી, પરંતુ હારે એ અફવા સાથે એક જાહેર સંસ્થાનું હિત સંકળાયેલું છે ત્યારે તે સહન કરવામાં “સદ્ગુણ છે કે “દુર્ગ”? હું એવા ધમપણાને કોઈ દિવસ હિમાયતી થયે નથી અને થાઉં નહિ. મહારા ધર્મમાં ફોધને સર્વથા ત્યાગ નથી, પણ “પ્રશરત કે ધ” અને “અપ્રશસ્ત ક્રોધ' એ 'વિવેક' કરવામાં આવેલો છે. જેઓ “પ્રશસ્ત ક્રોધને પણ ધિક્કારે છે તેઓ કોઈ પણ દેશની પ્રજા બની શકે નહિ, કારણ કે “ પ્રજા ” શબ્દની સાથેજ “ સ્વદેશાભિમાન' ની ભાવના જોડાયેલી છે. ( જંગલમાં કે ગુફામાં રહીને પ્રજાત્વની સોનેરી સાંકળથી પણ છુટા જેવું હોય તેની વાત જુદી છે; પણ સમાજમાં રહેવું અને “પ્રશસ્ત ક્રાધ” ન હે એ હારી માન્યતા પ્રમાણે તે મનુષ્યત્વ ન ગણાય ધ્યાનમાં રહે કે, મહું જે અફવાને ઉલ્લેખ કર્યો હતો તે એક ગ્રહ -ને ઉદે. શીને કર્યો હતો; દશા શ્રીમાળી બેડ ગની હીલચાલમાં જોડાનારા સઘળાઓ માટે નહિ જ. જોડાનારાએ શુદ્ધ બુદ્ધિથી જ જોડાય છે એમને તો જ્ઞાતિહિતની મીટ્ટી વાતથી હટી થયું એટલે શુદ્ધ બુદ્ધિથી જેડયા; પણ “નાયક’નો આશય શું શઠ હો? અને જે શુદ્ધ હતો તો એણે માત્ર દશા શ્રીમાળી બેગથી હેને જણાતા લાભોજ કહી બતાવીને કામ લેવું હતું; બીજાઓની બુરાઈવગર પ્રસ ગે-વગર પૂછ–વગર કારણે કરવાની શું જરૂર પડી હતી ? “દશા શ્રીમાળી હિતેના અધિપતિ કહેશે કે એ વાતની હેમને ખબર નહોતી, તો શું હું હેમને અને દરેકને ઘેર ઘેર ફરીને કહેવા જાઉં એમ તેઓ ઇચ્છે છે ? જે