________________
- દશાશ્રીમાળી હિતેચ્છુ નું અવલોકન.
૫૭૮
તેઓશ્રી જેવા ઉદેશથી અને ઈર્ષાથી દશાશ્રીમાળી બૅડ ગની શરૂઆત થવાનું માને છે તેમ માનવાને અમે તૈયાર નથી. ” અને પછી મહારા પર “ ભાષા પર કાબુ રાખી શક્યા નથી ” એવો આરોપ રજુ કરે છે. ઠીક છે; દશાશ્રીમાળી કોમનું જ “વાજીત્ર' બનનારે કેમના આગેવાન ગણાતાઓને પક્ષ કરો પણ પડે અને તેથી તે આગેવાનો જહેને વિરોધ કરે હેના ઉપર આરોપ મૂકવા પણ પડે ! મહારી ચામડી એટલી સુંવાળી નથી કે તેવી જાતના આરોપથી તે દુખાઈ જાય. ગંભીર લેખો માટે લાંબો વખત વિચારમાં ગુંથાયા બાદ આવા આરોપ વાંચવા મળવાથી મને ઘડીભર હસવાને ખોરાક મળ્યો માનું છું. “ભાષા ઉપર અંકુશ રાખી શકયા નથી ” ! કેવી સુંદર દલીલ ! મહારા લેખમાંની સત્ય હકીકતો અને ન્યાયસરની દલીલ હામે કાંઈ કહેવાનું મળી શકતું નથી અને આગેવાનોના માન ખાતર (કબુલ કરીશ કે મહારા તરફ કાંઈ અંગત વૈર સિવાય તે સ. યે ખુલી રીતે સ્વીકારવાનું બની શકે તેમ નથી તેથી, છેવટે દોષ આ બિચારી ભાષાપર-સવારને છોડી વાહનને મારવાની બહાદુરીથી મન વાળવું પડે છે ! પકડનારને ઇડી સાપ સાણસાને ડસે છે ! બનવા જોગ છેઃ હારી ભાષા દેષિત પણ હોય, કારણ કે હું પણ સર્વજ્ઞ તો નથી જ. ( તે પણ હું પિતાને • અમે ” કહી લખનારા અધિપતિઓ કરતાં વધારે “ પ્રમાણિક ' અને નમ્ર છું.એટલું મહારા ત્રણે પેપરના એડીટોરીઅલ્સ વાંચનાર કહી શકશે !) પરતુ મહારી ભાષાની ટીકા જે “નોંધમાં કરવામાં આવી છે તે કોંધ'ની જ ભાષા પ્રથમ જુઓ તે ! “રા. વાડીલાલભાઈની કેટલીક વૃત્તિઓ માટે અમને ઘણું માન વગેરે” આ જે કે આવેશથી, દૃષથી કે વૈરભાવથી લખાયું નથી જ એ વાતની મહિને ખાત્રી છે, તો પણ એ વાકયમાં મહારું અપમાન--અને વગર ગુ. ન્હાએ અપમાન-થાય છે તે લેખક મહાશયથી હજીએ હમજાય છે ? બહારી વૃત્તિઓ સાથે હેમને શો સંબંબ છે? અને મહારી કેટલીક વૃત્તિઓ સારી છે એમ કહેવું તે શું મહારી વૃત્તિઓમાંની બીજી ખરાબ છે એમ કહેવા બરાબર નથી? કોઇના વિચારની બાબતમાં કે કેાઈના જાહેરજીવનની બાબતમાં એમ અવશ્ય કહી શકાય કે અમુકના કેટલાક વિચારે કે કેટલાંક જાહેર કામ માટે અમને માન છે, પણ કોઈની વૃત્તિઓમાં શંકા લઈ જવાની કોઈ પત્રકાર ને શું સત્તા છે? ભલા અધિપતિ, એ તે બતાવો કે મારી કઈ