________________
છે
અ૭૮
જનહિતેચ્છુ.
( ૨ ) બેકિંગ હાઉસો હાં હાં હાઈસ્કુલ અને કોલેજે હેય
હાં હાં તે શહેરના તાબાનાં ગામોમાંથી નાણાં એકઠાં કરીને ( અને જરૂર પડે તે ખુટતી રકમ સરકાર, સ્ટેટ તથા દેશહિતેચ્છુઓ પાસેથી કમસેવાની નહિ પણ દેશસેવાની લાગણીને અપીલ કરીને મેળવીને ) સઘળી હિંદુ કામ માટે ભેગી જ બેડગ સંસ્થાઓ ખોલવી જોઇએ, અને હીલચાલ કરનારાઓનું દીલ એટલે ઉદાર, ન હોય તો છેવટે જે જે જ્ઞાતિઓ અને પ વચ્ચે રેટીવ્યવહાર હોય તેઓ માટે તે સંયુક્ત સંસ્થા જ સ્થાપવી જોઈએ; ( ૩ ) અને મુંબઈ જેવા શહેરમાં કે જહાં સઘળા પ્રાંતના અમુક લાઇનના વિદ્યાર્થીઓને આવ્યા સિવાય છૂટકો જ નથી હાં સઘળા હિંદુ વિદ્યાર્થીઓ માટે સંયુક્ત બેડીંગ હાઉસો સ્થાપવાં જોઈએ, અને એમ ન બની શકે તો ઓછામાં ઓછા રોટીવ્યવહારવાળા વર્ગો માટે તે ભેગી જ ગોઠવણ હેવી જોઈએ; ( ૪)
સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ' માં સઘળા ફીરકાના જેલ અને જલ ધર્મ નહિ પાળતા એવા દશા વીશા શ્રીમાળી વણિક તથા બીજી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પણ રાખવામાં આવે છે, અને આવા ઉદાર
ખ્યાલવાળી સંસ્થાની સ્થાપનાનું માન દશા શ્રીમાળી કોમને જ છે તો પછી એ સંસ્થામાં પિતાના વિદ્યાર્થીઓ મોકલવા અને દછાદ હેય તથા શક્તિ પણ હોય તેવાઓએ પિતાની કેમના જે વિદ્યાર્થીઓ તે સંસ્થામાં રહીને ભણતા હોય એમને જરૂર પુરતી સહાયતા આપવી એ વધારેમાં વધારે વ્યવહારૂ અને ઓછામાં ઓછું ખર્ચાળ પગલું છે. કહેવામાં આવશે કે એ બધું ખરું, પણ હેમાં વિદ્યાર્થીઓની અમુક સંખ્યાનો જ સમાવેશ થઈ શકે; બીજાઓ માટે શું બીજી સંસ્થા ની જરૂર નથી ? હેને ઉત્તર એટલો જ છે જે કોઈને પ્રમાણિક અને બુદ્ધિગમ્ય ઉત્તર સાંભળવાની ઇચ્છા જ હોય તે ) કે, આજે મદદના અભાવે પણ ૪૦ વિદ્યાર્થી હાં રાખી શકાય છે તે કાલે દશાશ્રીમાળી ભાઈઓ હેને કૅલરશીપના રૂપમાં મદદ કરે તો ૮૦ વિદ્યાર્થી પણ રાખી શકાય. પણ આ બધે ન્યાય માત્ર ન્યાયથી વર્તન કરવાની જહેને ઈચ્છા હેય હેને માટે છે.
દશાશ્રીમાળી હિતેચ્છુ 'ના તંત્રી પૃષ્ટ ૪૪ ની ધિમાં લખે છે કે “ રા. વાડીલાલભાઇની કેટલીક વૃત્તિઓ માટે અમને ઘણું માન હોવા છતાં દિલગીરી સાથે કહેવાની ફરજ પડે છે કે,