________________
૫૭૪,
જૈનહિતેચ્છુ.
ફંડનું પાત્ર ભરવાની જ વાત ! મુંબઈમાં ગુરૂકૂળ સ્થાપ્યું તો આખા દેશના આર્યસમાજીઓ એ પાછળ જ મરી પડવાના ! એથી ઉલટું જેન કેમમાં ત્રણે ફીરકાનાં ખાતાં જૂદાં, અને અકેક ફીરકામાં પણ એક કામ મજબુત કરવાના પ્રયત્નમાં બધા શામેલ થવાના નહિ અને ઉપદેશ કે કાશીશમાં પણ ન જોડાતાં કવચિત્ કવચિત્ એને તોડવામાં કેટલાક જોડાવાના ! એમ તો એકંદર જૈન સમાજમાં દર વર્ષે હજારો નહિ- લાખ રૂપિયાનું ખર્ચ થાય છે. સેંકડે ટીપ ઉભરાઈ આવે છે. લગભગ દરેક સાધુ એક અથવા બીજા ફતવા જગાવતા જ હોય છે અને એમનાં * અખેપાત્ર ” ભરવાની અપીલ ગામેગામ લલકારતા જ હોય છે, જહેમને ભાગ્યેયું કાવ્ય કરતા કે લખતાં આવડયું તેટલા તમામ સાધુને ગ્રંથકાર વિદ્વાન મહારાજની છાપ માટે તે છપાવવા માટે પૈસા જોઈએ છે અને શ્રાવકનાં ઘર તે માટે ખુલ્લાં જ છે, “ ફલાણો અપાસરો કે ફલાણું મંદિર તો ફલાણુ મહારાજ સાહેબના ઉપદેશથી થયું ” એવા સર્ટીફીકેટની ભૂખથી હેરાન થતા કોડીબંધ મુનિઓ અપાસરા અને દેરાસરોની ટીપે ગામેગામ ફેર. વાવે છે, અકેક સાધુના ચાતુર્માસની ધમાલમાં વળી લગભગ દરેક સ્થળે જમણ, વરઘોડા, ઉજમણું, હાણ, પંડિતના પગાર, વગેરે અચ્ચેનો ચાલુ પ્રવાહ તો જ દે જ ! આ બધાનો સરવાળો લઈએ તે વર્ષે કદાચ ક્રોડ રૂપિયા થઈ જાય તો પણ ના નહિ. અને તે છતાં કામમાં એક કે સંગીન સંસ્થા સોગન ખાવા પણ ન મળે ! બધી સંસ્થાઓ લૂલી અને ભૂખી ! આ બદી કાં સુધી ચાલવા દઈશું ? ખરેખર છતે પાણીએ તરસ્યા મરવા જેવી જેનસમાજની દશા છે. મહટામાં મહેટી અને પહેલામાં પહેલી જરૂરીઆત, વેતામ્બર કલકત્તા કૅન્ફરન્સના પ્રમુખે કહ્યું છે તેમ, બુદ્ધિ-અનુભવ–સેવાની આગ અને ઈજજત ધરાવતા ૨-૪ ગૃહસ્થા દરેક ફીરકામાં નીકળી આવે હેની છે, કે જે ગૃહસ્થ પિતા પોતાના ફીરકાની કેન્ફરન્સમાં જોડાઈ એ મડદામાં નવું ચેતન રેડે. વ્યવસ્થાપૂર્વક કામ શરૂ કરે, કામ કરી બતાવીને લંકાની શ્રદ્ધા એ સંસ્થા તરફ મેળવે અને પછી લેકેની શ્રદ્ધાના મહાબળને ઉપગમાં લઈ એ અમુક ફીરકાને લાયકનાં ખાસ કામ, સમસ્ત જન કોમને લાયકનાં કામ તથા હિંદ માતાની સેવાનાં કામ આરંભવા માટે જોઈતું દ્રવ્ય સઘળાં કામોના સંઘો અને સાધુઓની સામેલી અતથી એકઠું કરે.