________________
૫૫૮
જૈનહિચ્છ.
ત્યારથી હું કોઈની શિખવણીથી કે કોઈની માન્યતાના દાસ થઇ નહિ ( એમ તે હું પીરનો પણ દાસ બનું એમ નથી, એ મહારા વાચકોની જાણ બહાર ભાગ્યે જ હશે !) પણ વધારે બહોળા થયેલા અનુભવને લીધે વિધવાલનની હિમાયત કરતો આવ્યો . આવી હિમાયત લગભગ ત્રણેક વર્ષ થયા બાદ દૈવયોગે મહારા લઘુ બંધુ
એને મહારી સંભાળ નીચે લેવાની ફરજ પડી, અને એક ભાઈ વિધુર થયો. આ વખતે તે ઉમરલાયક બનેલા ભાઇને મહું કોઇ - વિધવા સાથે જોડાવા સલાહ આપી અને તે તેણે પ્રસન્નતાથી સ્વીકારી.. હવે મુશ્કેલી હતી કઈ વિધવાની મંજુરી મેળવવાની; પુરૂષ તો હજીએ હા કહે, પણ સ્ત્રી આખા સમાજની ખફગી હેરીને હતું કહે (અને તે પણ સુશીલા હોવી જોઈએ તે પહેલી શરત ધ્યાનમાં રાખવાની છે ) એ મુશ્કેલ કામ હતું. એક તો નેહાનાં–મહેતાં અનેક ( મુખ્ય કેમી) કામોમાં હું એટલે રોકાયેલો રહું કે મહારાથી ઘરસંસારની ઉપાધિ વહોરવાનું બની શકતું નથી કુટુમ્બી ( જનની મહેરબાની કે તે નિભાવી લે છે ); વળી પિતાના ભાઈ માટે વાત કરતાં લેકિને સ્વાર્થ જણાય, એમાં પણ. કે ઇને “ હમારી વિધવા પુત્રીનું લગ્ન કરશે ? ” એમ તો લખી કે કહી શકાય નહિ; કેટલી બધી દીવાલ ! એક ત્રણ વર્ષથી વિ. ધવા થયેલી અઢાર વર્ષની ઉમરની સ્ત્રી સંબંધમાં કોશીશ કરી, તે વિધવાની ઈચ્છા જણાઈ પણ પિતાને અપમાન લાગવાથી પ્રયત્ન. છોડી દેવો પડે. મહીનાઓ વિતવા લાગ્યા અને લેકે વાત કરવા. લાગ્યા કે કન્યા મળતી નહિ હોય ! ( એક શત્રુએ એવો ઇશારે એક માસિકમાં કર્યો પણ છે !..બહાદૂરી !) ખેર, કન્યાનાં માગ કેટલાં હતાં તે જાણવા સાથે જાહેરને સંબંધ નથી, અને પાછી કઢાયેલાં મારાં જાહેરમાં મૂકવામાં તે સજજનનું પરોક્ષ અપમાન મનાય છે એટલે એમ કરવું સજજનાઈભર્યું પણ નથી. અસ્તુ, મહીનાઓ જવા લાગ્યા અને મહે ઉદ્યમ પણ છેડછે. દીધું. આખરે, જેમ ભાઈનું વિધૂર થવું એ ઈરછાની મર્યાદા બહાર આકસ્મિક બનાવ હતો, તેમ વિધવાના પિતા તરફનું આમંત્રણ મળવું એ પણ આકસ્મિક બનાવ બન્ય. બન્નેએ એકબીજાની પુરી ખાત્રી કરી અને લગ્ન ગોઠવાયું. લગ્નાદિ ક્રિયાઓ તદન સાદાઈથી અને ઓછામાં ઓછા ખર્ચે થેડામાં ચેડા વખતના ભોગે કરવી એ. મતો હું છું (અને મહારા બીજા ભાઈનાં લગ્ન થેડા જ વખત ઉપર