________________
• બે પુનર્લગ્ન.
૫૫૭. ર્લગ્ન વિરૂદ્ધ એક લેખ પણ મહારા પ્રથમ પુસ્તક “મધુમક્ષિકામાં લખ્યો હત; એટલું જ નહિ પણુ ધર્મના સંસ્કાર ત્રણ વર્ષની ઉમરથી નિરંતર મને મળતા રહેલા હોવાથી માનસિક પ્રેમ પણ મહને ક્ષુલ્લક લાગવાથી આધ્યાત્મિક પ્રેમની જ હીમાયત કરીને જીંદગીપર્યત કુંવારા રહેવાના હવાઈ કિલા બાંધ્યા હતા, કે જે પણ “મધુમક્ષિકા માં છપાઈ ગયા છે. આ કબુલાત કરતાં મહને કઈ ખેદ થતું નથી (અને એમ કરવું એ મહને પ્રમાણિક ફરજ જણાય છે) કે, ત્યારબાદ મહું મારા એક લધુ બંધુને મારી જાતે પરણુવ્યો હ સુધી હું અવિવાહિત રહે અને જાહેર જીંદગીમાં પડતાં મહને લગ્નની અનિવાર્ય જરૂર જણાદ'. એ વખતે મોં બન્ને બાજુને પુષ્કળ વિચાર કરવાની તક લીધી હતી અને—હે ભૂલ કરી કે ડહાપણ કર્યું તે તો જ્ઞાની જાણે પણ-હારી બુદ્ધિમાં જેટલી શકિત હતી તેટલી શકિતનો ઉપયોગ કરીને જ હું લગ્નના નિશ્ચય ઉપર આવ્યો અને પરણ્યો. વીશ વર્ષના લાંબા ૨ - નુભવ પછી હું કહેવાને સમર્થ છું કે, વિવાહિત સ્થિતિથી મહારે જે વિકાશ થવા પામે છે તેટલો અવિવાહિત સ્થિતિથી થઈ શકતે કે તેમ એ બાબતમાં મને શંકા છે. જાહેર જીંદગીનાં અસહ્ય સંકટ વચ્ચે મહને ઘડીભરનો દિલાસો આપનાર મહારી પાસે કોઈ સાધન હતું તે તે લગ્નને બગીચો (Garden of Marriage) જ ! કબીઓની ઓથ વગરનો, જ્ઞાતિજનોની દીલસોજી વગરનો, સાધુરામા
અને આગેવાનોની મોટી દુર્ભનાળીઓથી ઘેરાયેલો, આર્થિક મુલીઓથી નિરંતર વીંટાયેલો, છાપાના નુક્સાન ઉપરાંત ઉપરાછાપરી મુકદમાઓથી સતાવાયેલ, કવચિત ત્રણ ત્રણ દિવસ સુધી ચાગા ઉપર જીવ, જાહેર વ્યાખ્યાન માટે અને ધર્મ ઉપર થતા અસહ્ય પ્રહારે હામે અજાણ્યા માણસોને પણ સહાય આપવા આખા દેશમાં અહીંતહીં દોડતેઃ એ હું મમ્હારા તે—સારા કે નરસા (જડેને જે રચે તે કહે, “મિશનને વીસ વીસ વર્ષ સુધી વળગી રહ્યો હોઉં તો તે લગ્નના હીપ્નોટીઝમે આપેલા વિશ્રામસ્થાનને—પત્ની અને પુત્રના દશ્યને–જ આભારી છે, એમ કબુલ કરતાં હુને સંતોષ થાય છે. અને વધુને વધુ અનુભવે–જુદા જુદા પ્રાંતમાં કરવી પડતી મુસાફરીઓને લીધે જોવામાં આવતી વિધવાઓની સ્થિતિ અને પ્રકૃતિના અવલોકને–અને વાચનમાં, કાલ્પનિક લેખકોને બદલે હવે મળેલા વધારે પ્રઢ તથા સાયન્ટીફીક લેખકેના પ્રસંગે મહને વિધવાવિવાહની બાબતમાં પણ મહારે વિચાર ફેરવવા ફરજ પાડી.