________________
૫૫૫
લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. પાડી શકાય નહિ, એવો તે પૈકીના કેઈને હક્ક હોઈ શકે નહિ. સંથારે” કરો ગમે તેટલું ઉત્તમ હોય તો પણ કોઈને સંથારો છે કરવાની ફરજ પાડી શકાય નહિ.. (૧૩) કામતૃપ્તિમાં “પવિત્રતા હાઈ - શકે નહિ તે પણ સમાજે કામતિ જેમાં સમાયેલી છે એવી લગ્નસંસ્થાને “ પવિત્ર મનાવરાવી છે, એ જ સિદ્ધ કરે છે કે હરકોઈ જાતનું “ લગ્ન ” સમાજની અમુક પરિસ્થિતિઓમાં સમાજ ચિજી શકે છે અને હેને “પવિત્ર ” મનાવી શકે છે, પછી ભલે તે આ દેશમાં થતું બુદ્ધા ખચ્ચર સાથે હેની પોગી જેવડી બાલિકાનું લગ્ન હોય, કે જર્મનીમાં કરવા ધારેલું અમુક વર્ષના પટાવાળું અનુષંગી લગ્ન હોય ! લોકો તો હેમની પ્રકૃતિ અનુસાર, કોઈ પણ નવી ચીજથી પ્રથમ ભટકવાના અને હેહા કરવાના જ, અને પછી એ નની ધુંસરી” થી ટેવાઈ ગયા બાદ એને જ પવિત્ર ફરજ કે ધર્મ માનવા લાગવાના.
પાપ અને યુક્તિ':ખેરાળુ ગામથી શાહ નગીનદાસ જયચંદ પુનર્લગ્નની હીમાયતનો એક લેખ મોકલે છે, જેમાંની એકજ દલીલ અત્રે પ્રકટ કરવી ઉચીત ધારું છું. તે ભાઈ પ્રસિદ્ધ વિદ્વાન રા. નેહાનાલાલ દલપતરામ કવિ. M. A.નું એક કિમતી સૂત્ર રજુ કરે છે કે, “સ્નેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમું પાપ નથી, અને દેહ લગ્નની વિધવાને પુનર્લગ્ન સમી યુતિ નથી. ” વ્હાં પરસ્પર
સ્નેહ-ચીકાશ-છે ટહાં સજજડ ચોંટવાપણું સ્વાભાવિક જ છે, - ડાયલીની વાત તે દૂર રહી પણ એક કુમારિકા પોતાનો જે પુરૂપ ઉપર સ્નેહ હોય છે તે પુરુષ સાથે પિતા પરણાવવાની ના કહે છે ત્યારે અંદગીપર્યંત કુમારિકા રહે છે પણ બીજાને પરણતી નથી હેનું આ વર્તન કઇ પુણ્ય–પાપના લેખા પર અવલંબતું નથી; એ તો હૃદયને ગુણ છે, સ્વભાવ છે. પરંતુ એટલી તીવ્ર “ચીકાશ’ અથવા સ્નેહ જ્યાં હયાતી ન ધરાવતા હોય ત્યાં દંપતીમાંની એક વ્યક્તિના વિયોગને પરિણામે બીજી વ્યક્તિ ફરી પરણવા ઇચ્છે એ સ્વાભાવિક છે. રા. કવિ અને દરેક બહોળા અનુભવવાળા વિચારક હમેશાં સ્યાદાદને જ પસંદ કરે છે, તેઓ એકાંતવાદી બની શકે છે નહિ. સ્યાદાદમાં “ફરજ્યાત વૈધવ્ય” જેવી કોઈ ચીજ ન હોઈ શકે; ત્યાં અરિષ્ઠક બ્રહ્મચર્ય લગ્ન તેમજ પુર્નલગ્ન ત્રણેને સ્થાન હોય વળી હજાર લગ્નમાં સ્નેહ લગ્ન કેટલાં થાય છેઆપણા દેશમાં તે પણ ધ્યાનમાં રહે !