________________
- લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે.
૫૫૩
સમાજહિતને ધકે લાગવાનો સંભવ હોય; સિવાયનાં બીજાં કામમાં અને બીજા વખતે વ્યક્તિ પિતાની સગવડ, ઇચ્છા અને સુખની દૃષ્ટિથી ઇચ્છા મુજબ વર્તી શકે એવા વ્યક્તિગત હકનો સમાજે સ્વીકાર કરવો જોઈએ, (૩) જે સમાજમાં વિધવાઓની સંખ્યા ઘણી વધી પડી હોય તે સમાજમાં, સામાજિક દષ્ટિએ from the standpoint of society) પ્રથમલગ્ન અને પુનર્લગ્ન વચ્ચે વસ્તુતઃ કશો ભેદ ન હોઈ શકે, (૪) સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા જેવાં કામોમાં વાળ ચીરવા જેવી નીતિ-અનીતિની emotional ચર્ચાઓ કરતાં procreation (આજે છે તે કરતાં વધારે સમર્થપ્રજા ઉત્પન્ન કરવા) સમ ના દષ્ટિબિંદુ તરફ વધારે લક્ષ અપાવું જોઈએ; અર્થાતસમાજનાધારાprocreation ' તરફ નજર રાખીને (અને નહિ કે emotional matters તરફ નજર રાખીને ) ઘડાવા જોઈએ, એ સૌથી પહેલાંમાં પહેલો અને મોટામાં મોટો પાઠ સમાજનેતાઓએ કદાપિ ભૂલો જોઈ નથી, (૫) ફલાણું કામ પાપભયું છે” એમ માનવાને વ્યક્તિગત હક કોઈ માણસ પાસેથી, બીજી વ્યક્તિ કે ખુદ સમાજ છીનવી શકે નહિ; પરન્તુ “ફલાણું કામ પાપર્યું છે” એ માન્યતા ખાતર કોઈ માણસ એથી જમૂદા વિચારવાળાને ગાળે ભાંડવાને કે હેની હામે જાહેરમાં ઉશ્કેરણી કરવાને હકદાર હોઈ શકે નહિ, (૬) દેખાતી દુનિયાની ઉત્પત્તિ જ કહેવાતા “પાપ” માંથી થઈ છે અને હેને લીધે જ હેની યાતી (continuatio2) છે; અને હેમાં પાપ માનવાની ગુપ્ત પ્રેરણા કરનાર ઠગારી કુદરત પોતે જ એમાં વ્યક્તિગત “સુખ” માનવાની પ્રેરણા કરતી રહેલી છે, કે જે “સુખ વસ્તુતઃ સુખ નથી પણ “આત્મભોગ છે એમ મનુષ્ય થોડી જ મીનીટમાં મજી જાય છે અને તે હમજવા છતાં તે ધુંસરીથી જોડાયેલો રહે છે. આ સર્વ ઘટના કુદરત આશયપૂર્વક કરે છે, કે જે આશય સામાન્ય લોકગણના હમજવામાં આવી શકે નહિ એટલો ઉંડે છે, (૭) સમાજમાં સર્વોત્કૃષ્ટ ઇચ્છાબળ (will power) વાળી, સાધારણ ઈચ્છાબળવાળી, તેમજ નહિવત ઈચ્છા બળવાળી-એમ ત્રણે પંક્તિની વ્યક્તિઓને સ્થાન અને રક્ષણ મળવું જોઈએ; સર્વોત્કૃષ્ટ દશા એ ગમે તેટલી ઇચ્છવા જેગ હોય તે પણ સર્વોત્કૃષ્ટ વ્યક્તિને જે ચીજો સ્વાભાવિક હોય તે ચીજો મધ્યમ કે કનિષ્ટ વ્યક્તિને માથે પરાણે અને કાયદા તરીકે નાખી શકાય નહિ, (૮) વિધવા લગ્ન જેવી જે બાબતોમાં કોઈ સમાજમાં બે મત હોય તો તે કામમાં અમુક શેડી કે ઘણું વ્યક્તિઓ