________________
૫૫૨
નહિતેચ્છુ.
અને કાઠિયાવાડમાં બનેલા બીજા બે એવા બનાવે અગાઉ ોંધાઈ ગયા હતા. માળવામાં એક સાધવી પડોસના લોફરને લઈને નાસી ગયાની બાતમી મહને થોડાં વર્ષો ઉપર મળી હતી. એક સાધુ અને સાધ્વીને એક જ પથારીમાં સૂતેલાં હે રાજપુતાનામાં ધોળે દિવસે જોયાં છે. એક સાધુએ કંઠાળમાં એક ખાનદાન શ્રીમંત વિધવાને કફેડી સ્થિતિમાં મુક્યા બાદ ગર્ભપાત માટે એક ડાકટરને લાલચ આપતાં તેણે નહિ માનવાથી ડાકટરને ધમકી આપવા જતાં પોતે ખુલ્લો પડી ગયાના સમાચારથી પણ હું વાકેફ છું. રોમન કેથલીક મઠમાંના કેટલાક સાધુ અને જેણેનાં કૃત્યોની સેંકડે નેધ પુસ્તકોમાં વાંચવામાં આવે છે આ બધું શું બતાવે છે ? કુદરત કુદરતનું કામ કરે જવાની. માટે હાં સુધી તદુરસ્ત અને બુદ્ધિશાળી સ્ત્રીઓ તથા તનદુરસ્ત અને ચારિત્રવાળા પુરૂષો ખુલ્લી રીતે અને સમાજની મંજુરીથી કુદરતી ઈચ્છા તૃપ્ત કરવા ઈચ્છતા હોય હાં સુધી એમને એવી છૂટ આપવી, અર્થાત કૃત્રિમ બંધન એમને માથે નાખીને ઉઘાડા લગ્ન કરતાં અટકાવવાં નહિ, અને સમાજે આપેલી વ્યક્તિ સિવાય બીજે ભટકનાર વ્યક્તિની સખ્ત ખબર લેવી, એ જ સમાજનું હિત વધારેમાં વધારે સારી રીતે જાળવવાનો ઈલાજ જણાય છે. સ્ત્રી વિધવા તરીકે, બેસી રહે હેમાં એક હેટે ભય એ છે કે, એને અંદગીમાં કોઈ ચીજ પિતીકી રહેતી નથી, એનું મન કશા ઉપર રહેતું નથી, અને તેથી. તે મન બહાર ભટકવાનું, અને વળી સમ્પણ કુરસદ સ્થૂિલ તેમજ સક્રમ ને લીધે તે વધારે સેતાનીયત કરી શકવાની. પતિ અને પુત્રમાં એક સધવાનું મન રોકાઈ રહે છે, એમાં એને “રસ હોય છે કે છે-- વટે “ર” (interest) લેવે પડે છે, તેથી આડાઅવળા વિચાર માટે હેના મનને અને આડાઅવળાં કૃત્યો માટે હેના શરીરને ભાગ્યે જ અવકાશ મળી શકે છે ટુંકમાં કહીએ તો તે પતિ અને પુત્રાદિમાં અર્થાત ધર’ની કૃત્રિમ સૃષ્ટિમાં રમાયેલી રહે છે અને તેથી સમાજને હેનાથી નુકશાન થવાનો એછામાં ઓછો ભય છે, હારે નહિ કાયલી એવી–કશામાં જે “હારું નથી માનતી તેવી–સ્ત્રી અર્થાત વિધવાથી સમાજને વધારેમાં વધારે નુકશાનનો ભય છે.
છેવટમાં આ લાંબી ચર્ચાના ઉપસંહારમાં એટલું જ કહીશ કે, (૧) લગ્ન એ ધાર્મિક ઘટના નથી, પરંતુ સમાજના હિતાર્થે રચાયેલી સામાજિક ઘટના છે, (૨) સમાજ માત્ર તે જ કામમાં વચ્ચે પડી કે અને તે વખતે જ વચ્ચે પડી શકે, કે જે કામમાં કે જે વખતે