________________
લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે.
૫૫૧
3 354
-
-
-
-
-
--
-
-
થતો નથી અને નિંદાથી ખેદ થઈ શકતો નથી.
સુધારક તરીકે ઓળખાતા લોકોની શિખવણીથી નહિ, પરંતુ સાયન્સ અને ઍપનહેર જેવા તત્વવેત્તાની બુદ્ધિગમ્ય સમજાવટથી મિહને લાગે છે કે, સ્ત્રીઓની સ્થિતિ સુધર્યા વગર આ દેશ કઈ કાળે ઉન્નત થઈ શકવાનો નથી. સ્ત્રી ક્ષેત્ર છે, પુરૂષ ખેડૂત છે, અને ભવિષ્યની પ્રજા એ પાક (crops) છે. ખેડૂત ગમે તે સારે હોય પણ જમીન રોગી, કસ વગરની હોય તે પાક એવો જ થવાને. એક મહાન વિચારકે સેંકડે દાખલા આપીને સાબીત કરી બતાવ્યું છે કે, સંતાનમાં ચારિત્ર અને ઇરછાબલ પિતા તરફથી વારસામાં મળે છે, અને બુદ્ધિ માતા તરફથી મળે છે; માટે બુદ્ધિશાળી સ્ત્રીઓને જ લગ્નને અધિકાર મળવો જોઈએ. અને ગર્ભ ધારણ કરવામાં અને નિર્વિને પ્રસવ કરવામાં શારીરિક તાકીદની જરૂર પડે છે એ બાબત તો એટલી સ્પષ્ટ છે કે હેને માટે વિશેષ દલીલની જરૂર જ રહેતી નથી. આમ હોઈ જે પ્રજાને આબાદ થવું હોય, જેને પ્રતાપી સંતતિની દરકાર હોય, તેણે પોતાની સ્ત્રી જાતિને નિરોગી અને બુદ્ધિ-શાળી બનાવવા પુરતું લક્ષ આપવું જોઈશે જ. અને એટલા માટે ચારિત્રહીન કે રાગી કે અશક્ત કે સાધનરહિત પુરૂષ કે સ્ત્રીને પરણી જેવાં ન પામે એવી ખાસ સંભાળ રાખવી, એ સમાજની ફરજ છે; તેમજ રેગી, અશક્ત અને તદ્દન બુડથલ જેવી (બુદ્ધિતત્વમાં છેક જ નમાલી) સ્ત્રીને પરતાં અટકાવવાની (અને એ રીતે સમાજ માટે નિર્માલ્ય ભવિષ્ય ઋજતી અટકાવવાની) સમાજની ફરજ છે; તેમજ સ્ત્રીની બુદ્ધિ કટાઈ જાય કે બહેર મારી જાય એવી ચિંતા -જંદગીપર્યંતના ફરજ્યાત વિધવાપણને લીધે ઉભી થવા ન પામે
એટલા માટે યુવાન પણ સંપૂર્ણત: તનદુરસ્ત અને બુદ્ધિશાળી વિધવાઓને પુનર્લગ્ન કરવાની સમાજે છુટ આપવી જોઇએ. આ કોઈ વ્યક્તિની ઈચ્છામિનું દૃષ્ટિબિંદુ નથી, પણ સમાજહિતનું દૃષ્ટિબિંદુ છે. વ્યકિતને ઈચ્છાપ્તિ કરવી હશે તે તો સમાજ હા કહે કે ના કહે તે પણ, ગમે તે રીતે કરી લેશે જ. દેખાદેખીથી કે ફેસલામણથી કે રળવાની ચિંતાથી બચવા ખાતર પંચમહાવ્રત ધારણ કરનાર સાધુ અને સાધવી પણ–આકરાં મહાવ્રતની લગામ હવા છતાં, લોકોને ભય હોવા છતાં, અને ગૃહસ્થ જેટલા સંજોગો ન હોવા છતાં–શું ઇચ્છાપ્તિને રસ્તે નથી કરી લેતા? એક સાધુની વાતને ઈસારે આ પત્રમાં થોડા વખત ઉપર જ છપાઈ ગયો છે. ગુજરાત.