________________
જનહિતેચ્છ. અનુભવ વગરનાને સમાજવિષયક ચર્ચાને હક્ક જ ન હોઈ શકે. આ દેશમાં તે ગમે તે દુ:ખીઆરી કે ખીઆરે, બુડથલ કે પાપી - “ સાધુ ” મહારાજ બની શકે છે, ગમે તેવો રાગી કે અશક્ત કે
બો ખચ્ચર “વર રાજા” બની શકે છે, અને “ કાળા અક્ષરને : ફૂટી મારે ” એવાં અભણ છોકરાં પત્રકાર કે લેખક બની સમાજવિપયક બાબતે ઉપર આડુંઅવળું વેતરી શકે છેઃ અહીં દલીલ કોની સાથે કરવી ? દલીલની દરકાર પણ કરે છે અને દલીલમાં હમજે છે પણ કોણ ? આ દેશમાં, કઈ પણ ખેતી પ્રથા અટકાવવા માટે કે જરૂરની પ્રથા દાખલ કરવા માટે તર્કશાસ્ત્રની દલીલોથી કામ લેવાથી ફાવી શકાય તેમ નથી; અહીં તો મહે જેમ ડા દિવસ ઉપર નામદાર ઝાલાવાડનરેશને એક જાહેર મીટીંગમાં અરજી કરી હતી તેમ અને ના૦ ગાયકવાડ સરકારે અપ્રર્ય જાતિના ઉદ્ધાર માટે મુંબઈમાં મળેલી કૅન્ફરન્સના પ્રમુખ તરીકે જૈપાનને દાખલો આપતાં
સારો કર્યો હતો તેમ–માત્ર રાજસત્તાથી જ લોકોને સીધે રસ્તે લાવી શકાય તેમ છે. રાજ્ય સમાજની બાબતમાં હાથ ઘાલવા ખુશી છે કે નહિ, અને નથી તે શા કારણથી, તે એક જુદે પ્રશ્ન છે. પણ નિર્માલ્ય. હિંદ કઈ દિવસે રાજ્યસત્તાના ડખલ વગર સમાજ- સુધારો કરી શકે એવી આશા વ્યર્થ છે.
એક જૈન વિદ્યાથીએ પત્રકાર બની લખ્યું કે, સ્ત્રી વિધવા ' બન્યા પછી લગ્ન કરે તે પહેલા પતિના વીર્ય સાથે બીજા પતિનું વીર્ય ભળવાથી વર્ણશંકર (2) પ્રજા બને ! વળી બીજો એક જૈન કહે છે, આવી હિમાયતમાં અનંતા જેનો સંહાર રહેલો હોવાથી તે મહાપાપી હિમાયત છે ! આવાં બાળકોને નથી જ્ઞાન સાયન્સનું, નથી ધર્મશાસ્ત્રનું, કે નથી તકશાસ્ત્રનું વર્ણસંકર શબ્દની જોડણી પણ નહિ જાણનાર એનો અર્થ તે જાણે જ કહાંથી ? ગમે તે સંજોગમાં - પણ બ્રાહ્મણને બ્રાહ્મણથી કે ક્ષત્રિયાણીને ક્ષત્રિયથી રહેતો ગર્ભ વર્ણ- સંકર ન કહેવાય એ વાતની ખાત્રી તે વહેમીમાં વહેમી હિંદુ પણ - આપી શકશે. અને એક પતિનું વીર્ય બીજા પતિના વિય સાથે ભળી - શકે એ પણ અસંભવિત છે. સંભોગકાળના ઘર્ષણને પરિણામે વીર્યમાંના અસંખ્ય છ પૈકી એક જ માત્ર ગર્ભાશયમાં જઈ શકે છે, બાકીનાનો સંહાર થાય છે, અને તે એક પણ ન કળી શકાય એવા કુદરતી રીતે બચી જાય છે તે પણ દર પ્રસંગે નહિ જ. જેના સંહારની બીકથી જેઓ પુનર્લગ્નની વિરૂદ્ધ બોલે છે તેઓએ જાણવું