________________
૨૪૨
જનહિતેચ્છુ.
અન્યાય જ કહેવાય. એક પક્ષીને ગમે તો સેનાના પાંજરામાં પૂર‘વામાં આવે, પણ જહારે હેને માલેક ગુજરી જાય હારે તે પીંનજરામાંથી છૂટવા છતાં ઉડી જ ન શકે તો પિતાનું પેટ કેવી રીતે ભરી શકે? પતિ મરતાં સ્ત્રીના ઉદરપોષણનો માર્ગ બંધ થયો હોય એવી સ્ત્રીને બીજાઓનું ઓશીઆળું જીવન ગુજારવું પડે છે એ આ દશમાં કોણે નથી જોયું ? સગા-સમાંથી ૮૦ ટકામાં-વિધવાને પિપુર ખાવા આપવા જેટલી પણ ભલમનસાઈ ધરાવતા નથી હોતા,
અને કુલ સ્ત્રીઓની સંખ્યાને ચેાથો ભાગ જે દેશમાં વિધવા હોય તે દેશમાં વિધવાશ્રમો ખેલીને સઘળી વિધવાઓને ઉદરનિર્વાહ કરવાની યોજના પણ અસંભવિત છે-અને ખાસ કરીને હિંદ જેવા સરેરાસ માથાદીઠ બે અઢી રૂપિયાની આમદાનીવાળા દેશને માટે તે આ વાત તદન અશકય છે. ( અનુભવ કે સામાન્ય અકલ ” ના પણ જેમનામાં સાંસા છે તેવા બાળકો વિધવા લગ્નને બદલે વિધિવાશ્રમ ખેલવાની વાતે રજુ કરે એમાં કઈ ભાલ કે અર્થ હોઈ શકે નહિ. ) આજે જે લંડ, બેજીઅમ, ફ્રાન્સ અને જર્મનીમાં આપણું હિંદુ અને જૈન પવિત્ર !) પુરૂષ જઈને હેમના માનીતા સતીપણાના સિદ્ધાન્તને ઉપદેશ કરી લડાઈમાં રંડાયેલી બધી સ્ત્રીઓને હવે પછી વિધવા તરીકે જ જીવન ગાળવાનું સમજાવી શકે (દલીલ ખાતર અસંભવિતમાં અસંભવિત વાત પણ માની લઈએ) તો એ દેશનું શું થાય એની કોઈ કલ્પના કરી શકે છે ? હા, પણ હાસ્યની વાતમાંથી મહેને એક જરા ગંભીર મુદાનું સ્મરણ થઈ આવે છે: “ધર્મના ‘પદેશની આજે સૈથી વધારે જરૂર ખુનખાર લડાઈમાં જોડાયેલા દિશાને છે. તે દેશમાં દેશસેવાની ભનુબકૃત ભ્રમણું (delusion in the garb of patriotism) થી લાખો માણસે ખુન કરીને મરણ પામ્યા છે; તેઓ નરકે જવાના અને હેમની સ્ત્રીઓ અહીં નરક જેવી આપત્તિ ભગવે છે, તે ઉપરાંત વળી જે ફરીથી પરણશે તે તે પણ નરકે જશે; આવા સંજોગોમાં લાખો કોડે નરકગામી
ને બચાવવા અને “ધર્મ” પમાડવા માટે આ દેશના ટોળાબંધ ધર્મામાઓ ( સાધુઓ અને ધર્મધેલા લેખો તથા જ્ઞાતિશિરદાર)– ને યુરોપમાં મોકલી આપવા જોઈએ છે. જે તેઓ યુરોપ ન જાય તે સમજવું કે જે “ધર્મ ને “હાઉ” તેઓ પુનર્લગ્ન વગેરેના સવાલોની શાન્ત અને ન્યાયપુર:સર થતી ચર્ચામાં લાવીને શાહુકારી અને સફાઈ કરે છે તે બધા “ ઢાંગ” છે; “ ધર્મ ” એ જે એટલી