SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ -લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચાર, ૫૩e: શરતે” છે અને એ શરતો વડે સમાજ માત્ર અંધાધુધી અટકાવી શકે છે,–એથી વિશેષ કરવાની સત્તા કે શક્તિ સમાજને હોઈ શકે નહિ. વધુમાં વધુ આગળ વધેલો દેશ પ્રજાને માટે પ્રાથમિક કેળવણી કરજ્યાન રાખી શકે, પણ બધાએ શાસ્ત્રવેત્તા કે “ડૉક્ટર ઑફ હૈ” બનવું જ પડશે એવું કરજ્યોત ઠરાવવાની સત્તા કે શક્તિ કોઈ રાજ્યને હોઈ શકે નહિ. અલબત રાજ્ય ઉંચા અભ્યાસની સગ વડ માટે કૅલેજે ખેલશે, કે જેથી આગળ વધવાની જેની ઈરછ. હોય અને લાયકાત હોય તેવા તે સાધન વડે આગળ વધી શકેપરન્તુ આનો અર્થ એ જ કે, વ્યક્તિને નિરક્ષર ન રહેવા દેવી એટલું કરવાને રાજ્ય (state)ને હક છે-અને એટલું જ સંભવિત છે,–પણ શ્રેષ્ઠ વિદ્વાન બનવાની ફરજ પાડવાનો હક્ક રાજ્યને નથી, તેમ તે સંભવિત પણ નથી; અને વ્યક્તિએ તે કરી લેવાનું છે. તેમજ સમાજ પ્રથમ લગ્ન અને બીજીવારનાં લગ્ન સમાજના રક્ષણ ખાતર ફરજ્યાત રીતે કરાવીશકે, કે જેથી હરાયા ઢેર જેવી ગરબડો થવા ન પામે; પરંતુ સમાજ કોઈને અવિવાહિત જીંદગી ગુજારવાની ફરજ ન પાડી શકે. એ બાબત તો વ્યક્તિની પિતાની. મુનસફી પર જ રહી શકે, અને એવી મુનસફી વાપરવાને મનુષ્યને જન્મહક સમાજ વાજબી રીતે ખુંચવી શકે નહિ. આ મુખ્ય નિયમને એક અપવાદ હોઈ શકે, અને તે એ કે કોઈ પણ પુરૂષવ્યક્તિ કે સ્ત્રી વ્યક્તિ ચેપી દરદમાં સબડતી હોય અગર ભયંકર ગુન્હા કરવાની પ્રકૃતિવાળી હોય તે હેને જીંદગી સુધી અવિવાહિત રહેવાની ફરજ સમાજ કે સ્ટેટ પાડી શકે; અને તે પણ તે વ્યકિતની દયા ખાતર નહિ પણ સમાજના રક્ષણના દષ્ટિબિંદુથી, આશ્ચર્ય તો એ છે કે, હિંદનો કોઈ સમાજ વ્યભિચારી, શરાબી, રોગી કે નિર્બળ પુરૂષ યા સ્ત્રીને અવિવાહિત રહેવાની ફરજ પાડતે. નથી (કે જેવી ફરજ પાડવી એ સમાજનું પ્રથમ દરજ્જાનું કર્તવ્ય છે)–રે તે તો નેઉ વર્ષના મુડદાને પણ પરણવા દે છે અને એના લગ્નમાં પિતે શામેલગીરી અને મંજુરી આપે છે, મરવાની અણી પર આવેલા બીમાર સાથે પણ ચાદ વર્ષની કન્યાને ફેરા ફેરવી દેતાં સમાજને ધર્મ” કે “નીતિ” કે “કર્તવ્ય” ની ભાવના નડતી નથી, પિતાનું એકલાનું પેટ ભરવાને અશકત માણસને પતિ બનાવતાં સમાજને ભવિષ્યની સંતતીની દશા અને તેથી ઉપજતી સમાજની કમબખ્તીને ખ્યાલ આવી શક્તિ નથી, ચંદી–બદ અને પ્રમેહ જેવાં વંશપરંપરા
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy