________________
જૈનહિતેચ્છુ.
જે છે તે છે; જીવ માત્રનું અસ્તિત્વ તે ઈચ્છાનું પરિણામ છે અને હદ સુધી જીવ તે “જીવ” મટીને શીવ” ન થાય ત્યહાં સુધી હેને અશેષ ક્ષય સંભવ નથી. ડાહ્યામાં ડાહ્યો મનુષ્ય બહુ તે એવો રસ્તે . યોજી શકે કે જેથી એ ઇચ્છાના અનિયંત્રિત વર્તનથી સમાજને નુકશાન કે અંધાધુધી સહવી ન પડે; અને લગ્ન એ બીજું કાંઈ નહિ પણ, એ ઇચ્છાની અનિવાર્યતાને સ્વીકારીને, વ્યક્તિઓની એવી. ઈચ્છાથી સમાજને આઘાત ન થવા પામે એટલા ખાતર, સમાજે યોજેલી “શરતો” (condition) છે. એ “શરતો’ પ્રથમલગ્નની બાબતમાં તેમજ બીજી વારના લગ્નની બાબતમાં એક્સરખું કામ કરે છે. બન્ને બાબતોમાં, એ “શરતોને આશય મનુષ્યની સગઈચ્છાને અમુક મર્યાદામાં ગંધી રાખવાને જ છે. માણસને પ્રકૃતિએ વળગાડેલી જુલ્મી ઈચ્છા–અથવા બીજા શબ્દમાં કહીએ તે કામઃ હેની આજ્ઞાને આધીન થવું એ જેટલું વ્યક્તિને માટે જરૂરનું છે, તેટલું જ બીજી તરફથી એક વ્યક્તિની કઈ ક્રિયા સમજની બીજી વ્યકિતઓને હરકત કરનાર ન થાય એવું ઈચ્છવાનું સમાજને જરૂરનું છે–કહે કે એવું ઈચ્છવાને સમાજને હકક છે, આમ પરસ્પરની પરસ્પર વિરોધી જરૂરીઆતનું સમાધાન તે જ લગ્ન છે.-પછી તે પહેલી વારનું લગ્ન હો, યા બીજીવારનું. જુવાન સ્ત્રીને બીજી વાર લગ્ન ન કરવા દેવું એ સમાજને માટે ભયંકર
હારે લગ્ન કરવા દેવું [અને અમુક સંજોગોમાં તે લગ્ન કરવાની ફરજ પાડવી) તે સમાજને માટે સહીસલામત છે. એક સ્ત્રી–પછી તે કુમારિકા હોય યા વિધવા હોય તે સમાજે આપેલા ઈચ્છાતૃષ્ટિના સાધન વગરની હોય, અને તે સાથે કામતૃપ્તિ એ “પાપ” અને “ગુ' છે એવી માન્યતા સમાજમાં પ્રચલિત હોય, તો એ બે તત્ત્વોને પરિણામે તે સ્ત્રી કુદરતી સુધાની તૃપ્તિ માટે કોશીશ છુપી રીતે કરશે, કે જેથી હેને “ગુન્હાને દંડ ભરે ન પડે, પરતું તેથી થયું એ કે તેણીની ગુપ્ત સમજાવટથી ઘણુ મરદો ભ્રષ્ટ થશે અને ચોરીથી કામ કરવાનું શીખશે. આ પ્રમાણે સમાજની પુરૂષ વ્યક્તિઓમાં વ્યભિચાર અને ચેરીએ અનિષ્ટ તો પ્રસરશે; આ ગેરલાભ સમાજને છે.
કાયદાએ પ્રથમ સમાજના રક્ષણની દરકાર કરવી જોઈએ, વ્યક્તિઓની દરકાર બીજા નંબરનો સવાલ છે, અને તે તે સમાજની રક્ષામાં સમાઈ પણ જાય છે. હવે પહેલી વખતનું કે બીજી વખતનું ' લગ્ન એ “ધર્મ” નથી, પણ સમાજે સમાજની રક્ષા માટે યોજેલી