________________
* લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે.
૫૨૩
(४) जर्मनीमां अनुषंगीलग्नोः ए शुं नवीज शोध छे ? ए उपरथी उपजता विधवालग्नना सवालनी चर्चा.
* નવું” અને “ જૂનું,” “સારું અને “ખોટું ' એ કંદો સત્યસૂચક નથી, પણ relative ( અપેક્ષાવચન ) છે. નવું કદ પણ થઈ શકતું જ નથી. કોઈ કાળે એક ચીજ હાય હેના ઇતિહાસથી અજાણ્યા માણસ તે ચીજને હમણાં જઈને “ નવી ” કહે છે, પણ તેથી તે નવી ઠરતી નથી; હેને તે નવી લાગે છે.
કહેવામાં આવે છે કે, હમણું જર્મનીમાં એક “નવી” જાતનાં લગ્નની પ્રથા ચાલુ કરવાની કોશીશ થાય છે. ચાલુ ભયંકર લડાઈથી પડેલી મનુષ્યસંખ્યાની ખોટ પુરવા માટે જર્મનીને તેમજ ઇંગ્લંડ વગેરે દેશોને પ્રજોત્પત્તિનાં સવાલ ઉપર ખાસ લક્ષ આપવું પડયું છે. આ વિષય તે દેશોમાં અત્યારે પુષ્કળ ચર્ચાય છે અને ત્યાંના પત્રકારે અને ગ્રંથકાર અને જાહેર પુરૂષ તિપિતાની બુદ્ધિ પહોંચે તેવા માર્ગો સૂચવ્યા કરે છે. સ્ત્રીઓની વધી પડેલી અને પુરૂષોની ઘટી પડેલી સંખ્યા એ બે “ હકીકત' ઉપર નજર રાખી જેટલા માર્ગ પ્રજોત્પત્તિ કરવા માટે મનુષ્યમગજથી કલ્પી શકાય એટલા માર્ગ કલ્પવા
હારા સાંભળવામાં આવ્યું છે કે, હિંદમાંનું એક શહેર કે જેમાં ખાનદાન ગણિકાઓ પુષ્કળ રહે છે અને જહાંથી તેઓ મુંબઈ શહેરમાં હેાટી સંખ્યામાં આવી રહી છે, તે શહેરને પુરુષ વર્ગ કઈ લડાઇમાં મરી ખુટવાથી અને એકલી સ્ત્રીઓ રહી જવાથી તે સ્ત્રીઓ તે શહેર જેવા આવનારાઓની પિતાના પૈસે સેવાચાકરી કરી હેમને એટલા સંતુષ્ટ રાખે છે કે કેટલાકે તો હેમની સાથે દંપતીનો સંબંધ જોડી હાં જ રહે છે, કેટલાકે સાથે તે સ્ત્રીઓ અમુક મુદત સુધી પત્ની તરીકે રહે છે (કે જે મુદત દરમ્યાન બીજ પુરૂષને તે સ્ત્રીઓ ભાઇ સમાન લેખે છે). હેમાંની નિરાધાર સ્ત્રીઓને કુદરતી ઇરછામિ ઉપરાંત ઉદરપોષણ પણ કરવાનું હોવાથી તેઓ મુંબઇ વગેરે શહેરોમાં જઇ શ્રીમતિના “અંગવસ્ત્ર” તરીકે રહે છે અને તે પ્રમાણે કુદરતી બને સુધાઓ તૃપ્ત કરે છે. આ સ્ત્રીઓ ઘણી વફાદાર મનાય છે; જે પુરૂષ હેમનું પોષણ કરતો હોય છે તે સિવાયના બીજા તરફથી ગમે તેવી લાલચ મળવા છતાં હેને તે પોતાનું શરીર વેચતી નથી. આ પ્રથા તે દેશમાં પ્રમાણિક ગણાય છે, એમાં “અનીતિ' કે “અધર્મ મનાતું નથી. એ સ્ત્રીઓ સંતતી ઉછેરે
કુટુમ્બકબીલાનો-નાતજાતને વ્યવહાર જાળવે છે, ધર્મચુસ્ત હોય છે. જર્મ