SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છ. શકવાની છે? ધર્મ અને જ્ઞાતિભેદો હાં સુધી જોરમાં છે, અને હાં સુધી જર્મન જેવી જોહુકમીથી આ તીડેનો સંહાર કાયદારૂપી તપના એક જ અવાજથી કરવામાં આવે નહિ, હાં સુધી સરકારે હોમરૂલના ફાવી જવા બાબતને ભય રાખવાની કશી જરૂર નથી;–અને શાણી સરકાર એટલા માટે તે હિંદમાં જ્ઞાતિ કે ધર્મ બાબતમાં માથું મારવાથી વેગળી રહી છે ! અને ધર્મઘેલા લોકો એ તટસ્થતાને ખાસ મહેરબાની માની ધર્મરાજ્ય’નાં વખાણ દરેક મીટીગમાં અને દરેક માનપત્રમાં કર્યા કરે છે! ખરેખર હિંદુસ્તાનીઓના ધર્મોને સુનેરી જમાનો આજના જેવો બીજો ભાગ્યે જ થયો હશે કે, થશે ! હિંદી વજીરને માનપાના ઢગલા ઉપાડવા અને જાળવવા તથા વાંચી જવાનું પણ મુશ્કેલ થઈ પડશે ! કાં એમ ન બને કે સેંકડો માનપત્રો અને અરજો વાંચવાને બદલે અને જૂદા જૂદા જવાબ અને કારણો લખવાના પરિશ્રમને બદલે તે સઘળાને હિંદી સમુદ્રમાં પધરાવી એક જ સામાન્ય જવાબ બધાને તારના એક શબ્દદ્વારા આપી દેવામાં : આવે કે “Impossible !”
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy