SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી પ્રધાનને જૈન કોમ તરફનું માનપત્ર. ૧૧૯ જ્ઞાનને સમાવેશ થઈ જાય છે.રિપિટ લખનાર ડેપ્યુટેશનના મેંમ્બરે બારીકમાં બારીક વાત પણ નોંધી છે હા પીધી, ફોટો લેવડા, મેટરમાં બેઠા, હસ્તધૂનન કર્યું. એ સર્વ લખવાનું સૂઝયું એને માટે એક હાનાસરખા માસિક પત્રમાં જગાને ટોટો ન પડયા, પણ તે વખતે આ૦ મી. બાસુએ જેને કેમ બાબતમાં શું શબ્દો કહ્યા તે નેધવા જેટલી જગા એ માસિકમાં મળી નહિ! . મી. બાજુના શબ્દો તેઓ તો હમજી શકયા નહિ, પણ તેઓમાંના બીજાઓ હમજ્યા હશે હેમને પૂછી લઇને સાર લખવા જેટલી જરૂર પણ આ રિપૅટ લખનાર હસ્તધૂનન પ્રેમી મેમ્બરને લાગી નહિ! આવા રાજદ્વારી જ્ઞાન અને રાજ્યકારી વિષયોના શેખ સાથે જૈને ખાસ હક્ક માગવા બહાર પડયા છે ! જૈનમાં જ એક–પંડિત અર્જુનલાલજી શેઠી બી. એ.—કાંઈ પણ ગુન્હા વગર, કાંઈ પણ તપાસ વગર, વર્ષો થયાં જેલમાં સડયા કરે છે હેની બાબતમાં સરકારને વાજબી તપાસ ચલાવવા જેટલી અરજ કરવાનું પણ જે “ જૈન એસેસીએશન ઓફ ઇન્ડિયા ને-કોઈએ પ્રાર્થના કરવા છતાં–પાલવ્યું નહોતું એવી એ ડરપોક સંસ્થા સરકાર માબાપ પાસેથી વગર મહેનતે ખાસ હકક” ની ભીખ માંગવા બહાર પાડી છે! જે વે મ્બર કામની કોન્ફરન્સના પ્રમુખના ભાષણમાંથી પંડિત અનલાલજી સંબંધી ઇસારાને પેરેગ્રાફ જ કહાડી નાખવાની ફરજ પાડવામાં આવી હતી તે વેતામ્બર કામના શેઠીઆઓ રાજકીય હકકની વાતો કરવા લાગ્યા છે ! “ માબાપ, અમારા પૈકીના એક નિર્દોષ માણસને વર્ષો સુધી જેલમાં પુરી રાખે છે હેને કેસ ચલાવે, અને તે જે ગુન્હેગાર સાબીત કરે તે ભલે હેને સજા કરે, પણ નિર્દોષ ઠરે તે છેડી મુકવાની કૃપા કરો” એવી વિનંતિ કરતાં પણ જે જૈને કરે છે તેઓ હવે ગંભીર રાજદ્વારી તકરારે કરતી ધારાસભામાં જઈને ધાડ મારવાના હતા ? અને જે કામના કમનશીબે Divide and Rule' વાળી પોલીસી લેવાનું સરકારને મન થાય અને જૈનેની આ અરજ હેના વાજબીપણા ખાતર નહિ પણ પોલીસી ખાતર મંજુર કરવામાં આવે અને જૈન સમાજમાંથી એક મેંમ્બર લેવાનું કબુલ કરવામાં આવે, તો પછી જોઇ લો જેના અંદરઅંદરના ઝગડાની હેળી. તે વખતે દિગમ્બરે કહેશે કે કેડરૂપિયાની વૈરલેન તે અમારા શ્રાવકે ખરીદી હતી માટે ધારાસભામાં જૈન મેંમ્બર મોકલવાને પહેલો હકક તે અમારે છે, અને વેતામ્બર
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy