________________
. • જૈનહિ9.
કહેશે કે ખરા જનો તો અમે એકલા જ છીએ અને અમે પણ અમે જ કરી હતી, માટે અમારા ફરકામાંથી જ ઍમ્બર મેકલવો પડશે, તથા પાછળથી આંખે ચળતા અને રડતી શીલવાળા સ્થાનકવાશીઓ કહેશે કે માબાપ, અમારા પણ શેઠ મેઘજીભાઈ ઍસોસીએશનની તરફદારીમાં શામેલ હતા માટે હેમને જ મેંબર નીમવા જોઈએ. ” આખા દેશના ભલાને જેમાં પ્રશ્ન છે એવી મહાન રાજદ્વારી સભામાં એક કેમી પ્રશ્ન પર પણ
વિચાર નહિ કરી શકનારા લેકે હાજર થશે ત્યારે બીજાએ શું બોલે છે તે પણ નહિ સમજી શકે તે પોતાનો મત તે આપી જ શું શકવાના હતા ? એમને મન તે ધારાસભા એ દેરાં,અપાસરા કે પાંજરાપોળની કે વર્ષે એકાદ વખત ભરાતી ૧૦-૧૫ મેઅરોની “ જેન એસોસીએશન ઓફ ઇડિયા ” ની મીટીંગ જેવું જ કામ જણાતું હશે ! કહેવામાં આવશે કે, તેઓ ધારાસભાના મેંમ્બર થશે સ્ટારે બધુંએ શીખી જશે; કાઈ કાંઈ જન્મથી સીખીને આવ્યું છે ? આ દલીલ કેટલાક ભોળા લેકાના હાંમાં કેટલાક યુક્તિબાજોએ મૂકેલી છે; પણ તે ઘડીભર પણ ટકી શકે તેવી નથી. હું જાણું છું કે સ્વરાજ્ય બાબતમાં સરકાર કહે છે કે હમે લાયક થયા નથી માટે હમને તે આપી શકાય નહિ. પણ સરકારની
લાયકાત ” ની દલીલ અને હિં દીઓ પૈકી જેઓ લાયકાત વગર ધારાસભામાં બેસવાનો ખાસ હક્ક માગે છે હેમની હામે જે બીજા સમજદાર હિંદીઓ‘લાયકાતની દલીલ કરે છે તે દલીલઃ તે બેને આશા તદન જૂદા છે-હેનો મુકાબલો જ થઈ શકે તેમ નથી. સરકાર પોતે મનમાં તે સારી રીતે હુમજે છે કે, બત્રીસક્રોડ હિંદીઓમાં સ્વરાજ્યને લાયકના માણસો નથી એ હેનું કહેવું વસ્તુતઃ તે ખોટું જ છે, પણ હેમરૂલના પ્રબળ ધસારા હામે સરકાર પાસે એ એકની એક ભાગીટુટી હાલ હોવાથી સરકાર તે ઢાલ જ ધરે છે, અને આપણું પ્રજાકીય આગેવાને પણ એ ઢાલનું રહસ્ય સારી રીતે સહમજે છે; વળી તેઓ એ પણ હમજે છે કે સુરાજ્ય કરતાં પણ સ્વરાજ્ય વધારે ઈષ્ટ છે. પરંતુ જે જેનો અને બીજી કોમોના સભ્યો ધારાસભામાં ખાસ બેઠક માગે છે તેઓ પોતે મનમાં તો અમજે છે કે રાજદ્વારી વિષયમાં હેમને અભ્યાસ અને હેમને શેખ ય છે, અને હે મના કરતાં અનંત ગુણે રાજકીય જ્ઞાન અને શોખ ધરાવતા સંખ્યા