SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જૈનહિતેચ૭. દેશનાયકે ઉપર પુરેપુરી શ્રધ્ધા અને વિશ્વાસ રાખો અને તમારાજ મુઠઠીભર ફીરકામથી મેકલેલા એકાદ પ્રતિનિધિથી તમારું હિત જળવાશે ( નહિ તે બીજે હિંદી પ્રતિનિધિઓ તમારી કેમ કે ફીરકાને ખુવાર કરશે એવી મૂર્ખાઇભરી માન્યતા–અશ્રદ્ધા-અણુવિશ્વાસને તિલાંજલિ આપે; કારણ કે જ્યાં સુધી એ અવિશ્વાસ અને ટુંકી દ્રષ્ટિ છે ત્યાં સુધી હિંદને કાંઈ મળવાનું નથી અને જે ડું મળશે તે પણ અંદરોઅંદર ઝપાઝપી કરાવનારું જ થઈ પડશે. આજ સુધીમાં એવો એક પણ દાખલે બન્યું નથી કે ધારાસભાના કોઈ હિંદુ સભાસદે જૈન કેમના હિતને નુકશાન કરવાની વળણ લીધી હોય કે પારસી સભાસદે બ્રાહ્મણ કેમની લાગણી દુખવનારું પગલું લીધું હોય, તો પછી આવા વહેમેને પાયે જ ક્યાં છે ? કાં એમ ન હય કે, થડાએક મહત્વાકાંક્ષી પુરૂષ કે જેઓને હરિફાઈ દ્વારા ધારાસભામાં બેઠક પામવાની લેશ માત્ર આશા નથી તેઓ પોતાની કેમ કે ફિરકાના માણસની મહેરબાની દ્વારા એ માન પિતા માટે મેળવવાના છુપા આશયથી કોમી હિતના ઉજળા બહાના તળે આવી હીલચાલેને જન્મ આપતા હોય અને ભોળા લેકો તેમની હામાં હા મેળવતા હોય ? અમને લાગે છે કે, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક મહાશય, પંડીત માલવીયાજી, વિદુષી એની બીસંટ અને બીજા જાણીતા અગ્રેસરોએ કાંઈ પણ વખત ન ગુમાવતાં આ વિષય ઉપર પિતાને મત જાહેરમાં મુકવો જોઈએ છે અને જે વ-- ખતે દેશને પરસ્પર વિશ્વાસ અને ઐકયની વધારેમાં વધારે જરૂર. છે અને સરકાર સમક્ષ united front આખા દેશનું સંયુકત બળ ૨જી કરવાની જરૂર છે, તેવે વખતે કેમ અને ફીરકાઓને અલગ પડી ખાસ હક માંગતા અટકાવવા માટે પિતાની લાગ:વગને ઉપયોગ કરવો જોઈએ છે.” જાણીતા બોમ્બે કૅનીકલ” પેપરે પણ આ બાબતમાં અવારનવાર સખ્ત વિરોધ જણવ્યો છે. પણ મહટામાં મોટા રાજકારીઓ અને પ્રખ્યાતમાં પ્રખ્યાત પત્રકારોની સલાહ જૈનશેઠીઆઓ આગળ કાંઈ વીસાતમાં નથી. એમને મન તે, જેમ જૈન ડેપ્યુટેશનમાંના એકે પિતાના રિપોર્ટમાં લખ્યું છે તેમ, પચરંગી પાઘડીઓ અને બબબે શેઠીઓ વચ્ચે અકેક સુંદર મોટર ગાડી અને “લાટ સાહેબ” સાથે હસ્તધૂનનનું દૈવી માનઃ બસ એટલામાં રાજદ્વારી
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy