________________
પ૧૦
નહિતર. . . સાથે હાથ મેળવવાનું સદભાગ્ય જ માત્ર જોઈતું હતું. જે મુલાકાત ન પ્રસંગે, જેમ બીજાં કેટલાંક ડેપ્યુટેશનના પ્રસંગમાં બન્યું હતું તેમ,
હિંદી વજીર આ જૈન ડેપ્યુટેશનને ઈન્ડિયન પલીટીસ બાબતમાં - કઈ સવાલ કરતે (અને પોલીટીકલ ખાસ હક્ક માગનાર પ્રત્યે એવા
સવાલ થવા સંભવિત છે) તે સરકાર માબાપને જણાઈ આવતે કે કેટલી લાયકાત સાથે આ મહાજન રાજકીય ખાસ હો માગવા આવ્યું હતું ! ખરેખર રા. કુંવરજીભાઈને હેમના પિતાના કહેવા મુજબ ‘પંચરંગી પાઘડીઓના સુંદર દેખાવથી શોભે તેવા ” આ મંડળમાં ભળવાનું, આ મહાભારત દિવિજય કરવા નીકળવા પહેલાં “દશે ગૃહસ્થને ફોટો લેવડાવવાનું” અને પછીથી “પાંચ મોટરમાં ગોઠવાઈ સરકારી મહેલ-ગવર્નન્ટ હાઉસમાં[ ગુજરાતી નામથી જે સ્થળની ઓળખાણ ન પડી હેની એાળખ ભાગ્યાતૂટયા પણ અંગ્રેજી શબ્દ વડે આપવા જેટલું પશ્ચિમનું મિથ્યાત્વ શુદ્ધસમકિતીને લાગ્યું ખરું ! નામદાર હિંદી વાઈસરોય અને નામદાર હિંદી વજીર સન્મુખ લઇ જવામાં આવવાનું, અને તે નામદાર દરેકની સાથે હસ્તે મુખે શેકહૅન્ડ’ કરે તે જેવા–અનુભવવાનું, તથા કમી પત્રોમાં જૈન યુટેશનના મેમ્બર તરીકે ફોટોગ્રાફ છપાવવાનું સદભાગ્ય, જેનું ઐસીએશન ઑફ ઈન્ડિયાને હિંદના હિસાબે અને જોખમે જેનો સારૂ ખાસ હક માગવાની શુભ મતિ ન સૂઝી હોત તો, કયા જન્મમાં પ્રાપ્ત થાત ? આપણે એમના આટલી વયે મળેલા આનંદમાં sympathise કરીશું.
રા, ગુલાબચંદ ઝવેરી તથા બાબુ અજીતપ્રસાદજી લખનવાળા (જૈન પોલીટીકલ કોન્ફરન્સના સ્થાપક) આ બેના વિચારો સાથે હું આ ખાસ બાબતમાં વિરૂદ્ધમાં છું, તે પણ, હેમની લડત હેમના અંતરાત્માથી પ્રેરાયેલી–અને એટલા માટે પ્રમાણિક–છે, એમ જણાવવાને હું બંધાયેલે જ . એ પણ કહી લેવું જોઈશે કે, કે હાપુરવાળા રા. એ. બી. લ. M. A. પણ એમની સાથે સહમત છે, જો કે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણતત્ત્વનું જોર વધારે હેવાથી કાંઈ આખા હિંદ માટે વિચાર બાંધવામાં એ દષ્ટિ કામ લાગે નહિ અને જેને અને બ્રાહ્મણ વચ્ચે અવિશ્વાસ લાવવા કે વધારવા જેવું પગલું પસંદ કરી શકાય નહિ. પારસી સમાજે-જે કે પારસી કેમ પરદેશી છે તે પણ-હેમાંના જે ગણ્યાગાંઠયા પુરૂષોએ આખી પારસી કોમના નામે ખાસ હક્કની માગણી કરવા સાથે માનપત્ર આપવાની જે