________________
જૈનહિતેચ્છ. તેવા નામના આશ્રય તળે મરજી મુજબની હીલચાલો કરવાનો કુરાગ્રહ પકડી રાખે છે તેને પરિણામે સમસ્ત જૈન કેમના ઐકય અને ભલા નામને ઘણું ખમવું પડયું છે અને હજી વધારે ખમવું ઘડવાની અને પુરી ધાસ્તી છે. * અમે, એટલા માટે, આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ કે, હવે પછી, સમસ્ત હિંદના ત્રણે ફીરકાના જૈનેથી નહિ બનેલી એવી તમારી એસોસીએશન જે કઈ કામ, હીલચાલ, કે પત્રવ્યવહાર કરે 'તે તમે સદરહુ એસોસીએશનના મેમ્બરે તરફનું જ છે એમ ૫
બ્લીક અને સરકાર ખુલ્લી રીતે સમજી શકે તેવા રૂપમાં તમારે જે કરવું હોય તે કરવું અને હિંદના દિગમ્બર, શ્વેતાંબરમૂર્તિપૂજક કે સ્થાનવાસી જૈનો તરફથી કાંઈ પણ કરવાની તમને સત્તા છે એવું માનવાને સરકારને તથા પબ્લીકને ખોટી રીત દેરતા તમારે અટકવું જોઇએ.
આ ચેતવણી તમને જૈન કેમના હિતની ખાતર, દીલગીરીની સાથે પણ ખુલ્લા શબ્દોમાં, આપવાની અને તમે એ જ જરૂર પાડી છે. આ ચેતવણીનો અનાદર થયેથી એસોસીએશનના મેમમરો સિવાચના હિંદી જેને એસસીએશનના કામ અને નામની વિરૂદ્ધ સરકારમાં તેમજ જાહેરમાં પ્રેટેસ્ટ ઉઠાવવાની હીલચાલ કરશે. તેની નેધ લેશે. , મુંબઈ, તા. ૧૦ મી નવેમ્બર, ૧૯૧૭.
આ બને પત્રોએ ત્રીજી મીટીંગમાં મુઠ્ઠીભર સંખ્યામાં માનેલા સભાસદોના મન ઉપર સચોટ અસર કરી હતી, જો કે તે છતાં Prestige ના ભયથી હેમણે માનપત્ર આપવાનો ઠરાવ તે કરી જ નાખ્યો અને આ માગણી આખા હિંદને જૈનસમાજ કરે છે એવા શબ્દો કહાડી નાખીને “ જૈન એસોસીએશન ઑફ ઈંડિયાકે જે એક શ્વેતપર મૂર્તિપૂજક ઍમબરથી બનેલું મંડળ છે હેના પ્રમુખ અને એકઠા મળેલા સભાસદો” તરફની આ માગણી છે એ સુધારા કરવામાં આવ્યો હતે.
કાનુનની દષ્ટિએ આ સુધારો સંતોષ લેવા જેવો હતો. એમ તો હું પ્રતિપક્ષી હોવા છતાં કહીશ જ, જે કે આ નવા ખરડામાં પણ ઉંડા ઉતરવા જઈએ તો વાંધો કઢાય તેવું નહેતું જ એમ કાંઈ નથી, જેવી રીતે કે પારસી સમાજમાં બન્યું હતું. પરંતુ પ્રોટેસ્ટ પક્ષને ઈરાદો કઈ રીતે ધાંધળ કરવાનું કે હુંપદ કરવાને કે કોઈ