________________
હિંદી પ્રજાને જૈન કોમ તરફનું માનપત્ર. ૫૪ માટે હમારા ડેપ્યુટેશનની સાથે ચાલીશ અને તેઓની સાથે સ્થાનકવાશી વર્ગ તરફથી હું પણ સહી આપીશ. આ સ્થળે હે પ્રમુખ મહાશયને નેટ કરવા અરજ કરી હતી કે, રા. મેઘજીભાઈના આ શબ્દો એક વ્યક્તિના મત તરીકે નોંધશો, નહિ કે મુંબઈ સ્થાનક વાસી સંધના અભિપ્રાય તરીકે; મુંબઈ સ્થાનકવાસી સંઘનહિ મીટીંગ, આ સભા મળવા પહેલાં, ખાસ આ બાબત પર વિચાર કરવાને જ રા. મેઘજીભાઈના પ્રમુખપણું નીચે મળી હતી અને અને તેમાં ઍસેસીએશનની આ હીલચાલની વિરૂદ્ધ અભિપ્રાય આપવાને ઠરાવ સર્વાનુમતે થઈ ચૂક્યો હતો, કે જે અનુસાર અસેસીએશનને લેખીત જવાબ પણ આપવામાં આવ્યું છે. અલ બત, મુંબઈ સ્થાનકવાસી સંઘ કોઈ બદલાયેલા સંજોગમાં અગર ભવિષ્યમાં ઐય થવા પામે એવા શુભ આશયથી તે ઠરાવ ફેરવ-- વાની સત્તા ધરાવે છે એ હું સ્વીકારીશ, પરતુ જહાં સુધી સંઘની બીજી મીટીંગ ભરીને નવે ઠરાવ કરવામાં ન આવે ત્યહાં સુધી મુંબઇ સ્થા૦ સંધના નામથી એવો અભિપ્રાય કેાઈ આપી શકે નહિ, અને બીજી મીટીંગ મળી જ નથી. તેથી મહેરબાની કરી નોધ લેશે કે રા. મેઘજીભાઈ સ્થા૦ સંધ તરફથી નહિ પણ વ્યક્તિ તરીકે પોતાને ભપ્રાય આપે છે.
આ વખતે રા. મેઘજીભાઈએ પ્રમુખને અરજ કરી હતી કે, મી. વાડીલાલને બેલવાને કે સભામાં હાજરી આપવાનો પણ અધિકાર નથી; માટે હેમને અટકાવવા. એંસીએશને જે જે સ્થાનક વાસી અને દિગમ્બર ગૃહરને ખાસ આમંત્રણ મોકલી અને બોલાવ્યા છે તેમાંના તે એક નથી; તેમજ મુંબઈ સ્થાનકવાસી સંધ તરફથી પણ અમે ચુંટેલા પ્રતિનિધિઓમાંના તે એક નથી. તે કોના આમંત્રણથી આવે છે ?
જવાબમાં મહારે કહેવું પડયું હતું કે, જે વાતમાં બચાવ થઈ શકતું નથી તે વાતને ઉડાડી દેવા માટે આવા ક્ષુલ્લક અને અપ.... માનભય રસ્તા લેવા તે બહાદુરીનું કામ નથી. કાયદાની નજરે આ સભામાં મહને હાજરી આપવાને હકક નથી એ હું ખુલ્લા દીલથી સ્વીકારીશ. પણ કાયદાની નજર તે સભાને જ પાલવે કે જે સભા. કાયદાપૂર્વક કામ કરતી હેય. શ્વેતામ્બર મૂર્તિપૂજક સિવાય બીજ કેઇને સભાસદ થવાને હક્ક નહિ આપનાર સંસ્થા આખા હિંદના.