SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કલકત્તા કૅન્ફરન્સ ઉપર ઉડતી નં. ૫૦૧ ફેદ અને ભાષણોથી કેમની સંકુચિત દૃષ્ટિમાં શું ફેરફાર ઉત્પન્ન થઈ શકે તે કઈ બતાવશે ? સાધુ, અપાસરા, દેરાસર, ભાવણકાર અને ઠરારૂપી મૂર્તિના ઉપાસકે! એ મૂર્તિ' જે ભાવનાના સ્થલીકરણ માટે યોજવામાં આવી હતી તે ભાવવાને જરાપણ એકકે જૈન ફીરકાને સાક્ષાત્કાર થવા પામે છે ? હાથી થાય? જેના આગેવાનો અને ભાષણકારો, પ્રમુખ અને ઉપદેશ પોતે જ તે “ભાવનાને ઝીલી શક્યા નથી તે શું સમાજને “મૃતિ ના હૃદયમાં લઈ શકવાના હતા? અને તેમ ન થાય તે હાં સુધી, ઓ છાપાવાળાઓ ! હમને શું હક્ક છે કે હમે “ખાલી ખોખાં ' નાં વખાણ કરી દુનિયા સમક્ષ પ્રતાપી જૈન ધર્મનું કંગાલ સ્વરૂપ ખ કરો છો ? હમે જે ભાષણે, જે ઠરા, જે મેળાવડાઓ અને જે પુરૂષોને વખાણવા લાયક તરીકે પબ્લીક સહામે ધરો છો તેઓ તો જોવા પણ ગમે તેવા નથી, હમારૂં ઉત્તમોત્તમ તરીકે મનાયલું સર્વકાંઈ જે આવું નિર્માલ્ય હોય તે હમારા મધ્યમ અને કનિષ્ટ સર્વકાંઈને માટે તો પબ્લોક શું ખ્યાલ બાંધશે? માટે, એ પત્રકાર બંધુઓ. વખાણ અને પ્રશંસાના માખણના વેપાર ઉપર હવે તે કરેલ ” રાખોઃ હાં સુધી લડાઈ છે હાં સુધી દરેક ચીજ ઉપર કોલ રાખ પડે છે, અને જહાં સુધી જૈનેમાં પરસ્પર લડાઇ અને દ્વેષભાવ અને સંકુચિત દૃષ્ટિ છે (હાં સુધી જૈન કૅન્ફરન્સ અને જૈન આગેવાનોનાં વખાણ રૂપી માખણ ઉપર “ કલ” રાખવાની એટલી જ જરૂર છે. વિદ્યાર્થીઓને સંદેશે –તા. ૧-૧-૧૮ નું “પ્રજામિત્ર” અબર આપે છે કે, કલકત્તા ખાતે મળેલી જન છે. કોન્ફરન્સના પ્રમુખ જગ જૂદા જૂદા જૈન ફીરકાના વિદ્યાર્થીઓએ પસાર કરેલો ઠરાવ નીચે મુજબના શબ્દોમાં તારારા મોકલવામાં આવ્યો હતો. “અમે મુંબઈ ખાતે આવેલા “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' ના વિદ્યાર્થીઓ ત્યાં સમ્મલિત થયેલા જન બંધુઓને અભિનંદન આપીએ છીએ અને અંતઃકરણ પૂર્વક પ્રાર્થીએ છીએ કે, સંયુક્ત જનતત્વ ખીલવીને અંદર અંદરના ભેદ અને કલહથી વિનાશ પામતા મ. હાવીર પિતાના તેર લાખ સંતાનને બચાવ અને એવું અય કરે કે જે એક્ય આપણું સામાજિક અને રાજકીય મુશ્કેલીઓને સમૂળ નાશ કરી શકે અને આપણે સમાજને આર્ય પ્રજા રૂપી શરીરનું એક બળવાન અંગ બનાવી શકે.”
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy