________________
કલકત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નોંધ.
૪૮૮
પાયલી “ જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા પિતાને બહાળા અને ર્થવાળા નામથી અને “જૂદા જૂદા શહેરોમાં અને પ્રાંતમાં વસતા જેમાં મૈત્રીભાવ ખીલવવા તેમજ સંપ અને સહાગ સ્થાપવા અને વધારવા, હિંદુસ્થાનમાં સર્વત્ર જનોની ઉન્નતિ માટે કેળવણીની ભિન્ન ભિન્ન શાખાઓમાં કેળવણીની વૃદ્ધિ કરવા, અને હિંદુસ્તાનમાં જૈન કેમના ધાર્મિક, ધર્માદા અને બીજાં ખાતાંઓ તેમજ ટ્રસ્ટ ફડે ઉપર દેખરેખ રાખવા માટે ઉપાયો જવા”—ના વિસ્તૃત આશય જાહેર કરીને સરકાર તથા દુનિયાને એ સંસ્થા આખા હિંદના અને તમામ જૈન ફિરકાની પ્રતિનિધિ સંસ્થા
છે એવું માનવા દોરી, એમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સિવાય બીજા કેાઇને સભાસદ્ તરીકે લેવાની સાફ ના કહે, એ શું મહારા કથનનો વિશેષ પુરાવો નથી ? ખુદ વેતામ્બર મૂર્તિપૂજક વર્ગના પણ કછી વર્ગ સાથે ભોજન પણ ન કરવું એ તિરસ્કારભાવ વળી શું સૂચવે છે? પોતાના જ પંથમાં પણ પાંચમ માનનારાને વિસારી ચોથનું માન વધારવાના ઘાટ ઘડવા એ શું સૂચવે છે ? ખરેખર પૈસામાં અને ઉદારતામાં હઠીઆતી એવી આ વેતામ્બર મૂર્તિપૂજક કેમમાં તિરસ્કાર ભાવ અને કુસંપને પ્રચાર બીજા કરતાં-પ્રમાણમાં–વધારે છે, એ તો તેઓમાંના નિષ્પક્ષપાતી પુરૂષો પોતે જ કબુલ કરશે. હું આ એમને હીણપદ આપવા માટે કહેતે નથી; એમ કરવાથી મને કાંઈ પણ ખરો કે કપિત પણ લાભ થવાને દૂરને પણ સંભવ નથી. હું કોઈ પણ એક ફીરકાને અનુયાયી નથી એ ખુલ્લી થયેલી વાત છે; મહારો ધર્મ તે છે કે જેને કાંઈ નામ નથી, જેમ કે પાણીને રૂપ-રંગ કે સ્વાદ નથી; તે છતાં મર્યાદિત દુનિયામાં દરેક ચીજની માફક સત્યને પણ વ્યાખ્યાની કે વિશેપણની મર્યાદા આપવી જ પડતી હોવાથી એમ કહું તે ચાલે કે, મહાવીરે જે સત્ય પ્રબોધ્યાં હતાં ને શેધવા-રહમજવાની કોશીશ કરવી એ જ મહારે ધર્મ છે. આમ હેઈ મહને સ્થાનકવાશી કે દિગમ્બર ચૂંથો પક્ષ કરવાથી કે શ્વેતામ્બરોના દોષ કહાડવાથી કોઇ પણ લાભ નથી કે દીલને સંતોષ પણ નથી, એક બળવાન કેમ જે તિરસ્કાર અને દ્વેષ, હઠ અને સંકુચિત દષ્ટિ રૂપી વિષને ઓળખીને હેને ત્યાગ કરવા જેટલી શાણું બને તે હેમના બળનું રક્ષણ થાય અને પ્રતિદિન તે બળ વધતું જાય કે જે વધતા બળમાં જ -ત્રણે ફીરકાની આબાદી અને મહારા પૂજ્ય પિતામહ મહાવીરના નામની શેભા છે. આ આશયથી જ આટલું ખુલ્લું કથન કરવું પડે છે. મહારા