________________
૪૯૪
જૈનહિતેચ્છુ.
રખ ઉઘડી એટલું જ ઠીક છે. પણ હજી ભજનભેદની નબળાઈ
વીસમી સદીને કલંક સમાન તે મૂર્ખતા–તાકીદે દૂર કરવાનું પગલું - ભરાય છે કે કેમ તે તે જોવાનું જ રહે છે. આ સ્થળે એ પણ કહી
લેવું ઉચિત છે કે, નવા કચ્છી હેદ્દેદારે પોતાની બુદ્ધિ અને સ્વા- સંય પ્રેમને પૂરેપૂરો ઉપયોગ કરીને કોન્ફરન્સ ઓફિસને જાગતી
બનાવવા પુષ્કળ શ્રમ સેવ જોઈશે, કે જેથી પિતાએ જેમ 'ઉદારતા વડે કચ્છી કોમની કીર્તિ વધારી તેમ પુત્ર બુદ્ધિબળથી કીર્તિ વધાર્યાનું કહેવાય. કૅન્ફરન્સમાં જોહુકમી અને અંધેર પુષ્કળ ચાલે છે,–burocracy નું રાજ્ય છે; ઉંડી નજર(foresight) અને બલવાન ઇચછાશકિત (strong will power)એ બે તો વડે જ તે સંસ્થાને આબાદ કરી શકાશે. લાલન- શીવજીવાળો ઝગડો એ બીજું કાંઈ નહિ પણ અમુક સાધુઓને માનનારાઓની જોહુકમીનું ચાલ્યા કરતું વિનાશક પૂછડું છે, કે જે વર્ષોના વહેવા છતાં કં. અપીને પડયું રહેતું નથી. આ બન્ને બંધુઓની વિરૂદ્ધમાં મહું એટલું બધું લખ્યું છે કે મને અત્યારે હેમની હિમાયત કરનાર માનવાનું સાહસ માત્ર બાળજીવો સિવાય બીજા કોઈ ભાગ્યે જ કરી શકે. મહારી દલીલ એટલી જ છે કે, કૅન્ફરન્સને વ્યક્તિગત માન્યતાઓ અને આ ચાર સાથે સંબંધ હોઈ શકે નહિ; અને અમુક સાધુઓને અમુક શ્રાવક ન ગમ્યા એટલા ખાતર તેમને કોન્ફરન્સમાં ન આવવા દેવા એવી જોહુકમી કરવાની સત્તા કૅન્ફરન્સના સત્તાધીશોને ન હોઈ શકે. કોઈપણ વ્યક્તિના વિચારો અને ઉપદેશે કે લખાણો માટે કોન્ફરન્સના જાહેર ગેળાવડા વચ્ચે ખટપટ અને કોલાહલ શા માટે થવા દેવાં જોઈએ? -વે. મૂ. જૈન તરીકે જહેમને કોન્ફરન્સના પ્રતિનિધિ કે વક્તા તરીકે આવવાને દરેક જન્મસિદ્ધ હકક છે, હેમને તે હક્ક ખેંચી લેવાની સાધુઓના શિષ્યોને તો શું પણ બાપને પણ સત્તા ન હોઈ શકે; બલકે આધુઓને શ્રાવકની કૅન્ફરન્સના કામમાં માથું મારવાની જ સત્તા ન હોઈ શકે. અહીં તો નેવનાં પાણી મેલે જાય છે ! આ એક દષ્ટાંત માત્ર બતાવીને હું નવા રેસીડન્ટ જનરલ સેક્રેટરીને વસ્તુસ્થિતિને ખ્યાલ : -માત્ર આપવા માગું છું, અને આવી વસ્તુસ્થિતિમાં કેટલી કુનેહ અને કેટલી દઢતાથી કામ લેવું જોઈશે તે સચવવા માગું છું; વળી, સારામાં સારું પરિણામ લાવવા માટે એક વિદ્વાન સહદય પ્રા
વેટ સેક્રેટરી મેળવી લઈને હેને કોન્ફરન્સ આફિસનું કામ એપવાની અગત્ય તરફ પણ લક્ષ ખેંચવા માગું છું.