________________
કલકત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નધિ.
૪૮.
નાં ખાસ લક્ષણે ( Characteristics ) ની અદલાબદલી થઈ સઘળાને લાભ થાય, તેમજ હિંદી તરીકેની ભાવના પણ આહારાદિ એક સાથે કરવાથી જ પુષ્ટ થાય. જૈનેને જે પંથમેહને છૂટા છેડ આપવાની સલાહ સ્વીકારવી પાલવતી હોય તો હું કહીશ કે, તેઓએ ફંડ ભલે બેને બદલે બાર લાખનું કરવું પણ તે પૈકી Jain chair ને લગતા ખર્ચ સિવાયની બાકીની રકમ વગર શરતે યુનિવર્સીટીના ભંડળમાં જ આપી દેવી. જૈન મંદિર કે સ્થાનિક અને જૈન વિદ્યાર્થીઓ માટે જૂદા કપૅટર્સની કાંઈ ધામધૂમ કરવી નહિ* ઍખે કેનિકલ ' ના એક વિદ્વાન હિંદ ચર્ચાપત્રીએ સાબીત કરી આપ્યું છે તેમ, “ હિંદુ ધર્મ ” એવી કોઈ ચીજ હયાતી ધરાવતી નથી; વેદ ધર્મ, જિન ધર્મ એ શબ્દો સાચા છે, તેમ વિદેશીઓએ આર્યાવર્તની પ્રજાને આપેલું “ હિંદુ ” નામ લાંબા વખતના પરિચયથી ઘરગતુ થઈ પડવાથી હિંદુ પ્રજા” એમ બોલવામાં હરકત નથી, કે જે “હિંદુ પ્રજામાં શૈવ, વૈષ્ણવ, આર્યસમાજી, જૈન, બુદ્ધીસ્ટ વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે. હિંદુ યુનિવર્સીટી, ને કાંઈ અર્થ હોય તે હિંદના પ્રાચીન ધર્મ-વેદ, જૈનીઝમ અને બુદ્ધિઝમના તત્ત્વજ્ઞાનના અભ્યાસ સાથે પાશ્ચાત્ય વિદ્યાઓ શિખવનારી મહાસંસ્થા એટલો જ છે. જેનો પણ હિંદુ જ છે અને તેથી હેમણે હિંદુ યુનિવર્સીટીના બીજા વિદ્યાથીઓથી અલગઅને ખાસ પોતાના જ ખર્ચે બંધાવેલા-કૉર્ટર્સમાં રહેવું એ ઈષ્ટ નથી તેમ સહ્ય પણ નથી.
કલકત્તા જૈન કૅન્ફરન્સની સરસાઈ જે ચાર બનાવોને આભારી હેમાંનું બીજું કારણ હવે આપણે તપાસીશું. તે, પ્રમુખના હોટા દાનને લગતું છે. આજ સુધીના એક - પણ જૈન ફીરકાની કૅન્ફરન્સના પ્રમુખે આવું મોટું દાન કર્યું નથી. કચ્છીઓ આજ સુધી કોન્ફરન્સમાં ભાગ લેતા નહાતાહેનાં કારણે અત્રે ચર્ચવામાં લાભ નથી—પણ હારે તેઓએ પહેલી જ વખત ભાગ લીધે
હારે બધા કરતાં વધારે ઉદારતા અને સુખ દેખાવ કરી બતાવ્યો તે શું સૂચવે છે ? આટલે વખત એમની દરકાર નહિ કરવાથી શ્વેતામ્બર મૂર્તીિપૂજક કામે નુકસાન ઉઠાવ્યું છે એવું એમને હવે. ભાન થયું છે, અને તેથી જ પ્રમુખના પુત્ર રા. હીરજીભાઈને હવે તેઓએ રેસીડન્ડ જનરલ સેક્રેટરી નીમ્યા છે. મોડી મોડી પણ