________________
જનહિતેચ્છુ.
તેવે વખતે માલવિયાએ હોમરૂલની લડત માટે ઇગ્લેંડ ઉપડી જવા પહેલા કાશીના પંડિતોને આ વિષયની ચર્ચા માટે આમંત્રણ આપ્યું એ શું નિર્બળતાની અવધિ નથી ? પરદેશગમન એ જે એમના ૮ સનાતન ધર્મ ” થી નિષેધાયેલું જ હોય તે હેમણે ૬ હોમરૂલ” માટે પણ ઇંગ્લંડ જવાની હા ભણવી નહતી, અને જો નિષેધાયેલું નથી એવી પિતાના અંતરાત્માને ખાત્રી હોય તો પછી કાશીના પંડિતોના અભિપ્રાય માગવાની નિર્બળતા-પારકા મત ઉપર આધાર રાખવાની નબળાઈ ( જેને ભર્તુહરિ “મૂઢ 'તા કહે છે ) હેને તાબે થવું જોઈતું નહોતું. અને આટલી ઉમર સુધી પૂર્વ અને પશ્ચિ. મનું જ્ઞાન પામવા છતાં, અને સમુદ્રયાત્રા બાબતમાં થયેલી અનેક ચર્ચાઓને અનુભવ છતાં, હેમની બુદ્ધિ આવા એક ક્ષુલ્લક વિષય ઉપર પણ નિશ્ચય બાંધવાને શક્તિમાન ન થઈ હોય તેથી જ જે પંડિ. તેના અભિપ્રાય પૂછયા હેય તે-તે, અફસોસ, ન્હાને મોડે મહેદી વાત કરવાનું સાહસ ખેડવું પડે છે કે-તો તેઓ હિંદુ યુનિવર્સિ. ટીની વાત કરવાને યોગ્ય પુરૂષ ગણુંય નહિ. અને યુનિવર્સિટી જેવી સંસ્થાની સાથે જૂદા જૂદા ધર્મપથના મંદિરોને જોડવાની માલવિયાજીની પસંદગી પણ એવી જ નાપસંદ કરવા જેવી છે. “મહારા ધર્મનું બહુમાન થયું ! યુનીવર્સીટીમાં પણ મહારા ધર્મને સ્થાન મળ્યું !” એવા ઉગારે આજે તે ધર્મઘેલા લેકે કહાડશે જ, પણું પરિણામ આવશે ત્યારે ખબર પડશે. આવી બાબતમાં કેની પસંદગી પર આધાર રાખી શકાય જ નહિ; સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રના અભ્યાસી થોડાઓએ ભવિષ્ય તરફ નજર રાખીને કામ લેવું જોઈએ છે. હિંદની નબળાઈ મુખ્યત્વે હેના ટોપલાબંધ ધર્મપંથને આભારી છે એ સત્ય હજારોવાર પુરવાર થઈ ચૂકયું છે
અને હજી માલવિયાજી નવેસરથી એ સવાલને તપાસવા અને અન્ય - ખતરા કરવા નવરા થાય છે તે આશ્ચર્યભર્યું છે.
જૈન વિદ્યાર્થીઓ માટે જાદા કૉર્ટર્સ ( રહેઠાણ) કરવાં અને તે જેનોના ખર્ચે બાંધવાં, એ વાત પણ કઈ બુદ્ધિમાન હિંદીને ગળે ઉતરી શકશે નહિ. શું જૈન અને બીજા હિંદુ વિદ્યાર્થીઓ ભેગા રહે એ અનિષ્ટ છે ? શું માલવિયાજીને, હિંદુ વિદ્યાર્થીઓને જૈનને ચેપ લાગવાને કે જેને હિંદુ વિદ્યાર્થીને ચેપ લાગવાને શા છે અને તેથી કરન્ટાઈન કરવા તૈયાર થયા છે? ખરી વાત તે એ છે કે, બધા હિંદી વિદ્યાથીઓ ભેગા રહેવાથી એક બીજા