________________
કલકત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નેંધ. વાંધો છે. આ સંજોગોમાં હિન્દુ યુનિવર્સિટીમાં જે એક ફેસર જૈન ધર્મ પર ભાષણ આપવા માટે તમામ જૈનોના ખર્ચે રાવામાં આવશે, તે શું શિખવશે ? આ બધી મુશ્કેલીઓ દૂર કરવાને માત્ર એક જ રસ્તો મહને જણાય છે અને તે એ છે કે, જૈન તત્વજ્ઞાન જ જેથી મળી શકે એવાં- કર્મમંથ જેવાં–પુસ્તકે જ ચલાવવાં અને ક્રિયાકાંડ અને હેને બોધ કરનારાં પુસ્તકો સાથે યુનિવર્સિટીએ કઈ સંબંધ રાખવો નહિ. તેવી જ રીતે તમામ હિંદુ વિદ્યાર્થીઓને મા ઉપનિષદ ગ્રંથો અને તે ઉપર પ્રકાશ પાડતા ગ્રંથો જ શિખવવા. જંદગી અને જગત ઉપર યુરોપ જે દૃષ્ટિથી જુએ છે તે કરતાં હિંદ જૂદી-અને વધારે ઉંડી-દષ્ટિથી જુએ છે, માટે હિદની બે પ્રાચિન ફિલસુફીઓ-કે જે ઉપનિષદોમાં અને કર્મગ્રંથોમાં સમાયેલી છે તે જ હિંદી વિદ્યાર્થીઓને શિખવવા યોગ્ય છે. આ બેમાં ફીરકા કે પંથનું નામનીશાન નથી, તે તે માત્ર Universal; Truths about Natureનું શોધન કરવા પુરતી જ દરકાર રાખે છે, અને યુનિવર્સિટીને તે જ ચીજ કામની છે. “ અહીં ધર્મને શિક્ષણ પણ આપવામાં આવશે અને ત્વમે માત્ર કલાક હમારી દેવના મંદિરમાં જાઓ છો પણ અહીં તો વીશે કલાક હમારી દષ્ટિ મંદિર તરફ રહે એવી રીતે મધ્યમાં મંદિર રાખવાનું છે ” એવી મતલબના માલવિયાજીના શબ્દો orthodox લોકોને પ્રથમ દષ્ટિએ બહુ મીઠા અને લલચાવનારા લાગે એ સ્વાભાવિક છે અને એમની નબળી બાજુને-emotional side ને–ગલગલીઓ કરવાથી પૈસા પણ વધારે નીકળી આવે એ પણ સ્વીકારવા યોગ્ય છે, પર દેશને તેમજ પ્રથકુ પ્રથફ પંથવાળાઓને પણ એથી ભવિષ્યમાં નુકસાન થવાને જે ભય છે તે તરફ બુદ્ધિશાળીએ આંખમીંચામણુ કરવાં જોઈતાં નથી. ધ્યાનમાં રહે છે, કોલેજમાં ભણનારામાં બધી જાતના યુવાનો હોય છે, આર્યસમાજીઓ, બ્રહ્મસમાજીએ વગેરે પણ હું જે હૃદયથી મૂર્તિપૂજક જન હોઉં તે એ સઘળાઓના નિવાસસ્થાન વચ્ચે મહારી પૂજ્ય જૈનમૂર્તિ રાખવામાં હું ગૌરવ સહમ નહિ. માલવિયાજી તરફ હને માન છે છતાં કહેવું પડશે કે આ બાબતમાં તેઓ કાચું કાપતા હોય એમ હુને જણાય છે. તેઓ ન જ ભૂલ કરે એમ કેઈએ માની લેવાનું નથી. પરદેશગમન કરનારાની સંખ્યા દરેક કામમાં આટલી બધી વધી પડી છે તે વખતે-અને અનેક પુરાણપ્રેમીઓએ પણ પિતાની હઠ છોડી દીધી છે.