SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. પંચમહવાળાઓ અને કેળવાયલા પણ ટુંકી દૃષ્ટિના લેકે માન્ય રાખશે નહિ એ હું જાણું છું. તથાપિ જૂદા જૂદા ફરકાવાળાના પિતાના જ દષ્ટિબિંદુથી જોઈએ તે પણ હેમને પણ આ રીત કઈક વખત નડશે. દાખલા તરીકે ધારે કે દિગમ્બર જૈન વિદ્યાથીએ માટે એક દિગમ્બર મંદિર હાં બાંધવામાં આવ્યું; હવે આપણે જાણીએ છીએ કે દિગમ્બર પ્રતિમાજી નગ્ન સ્વરૂપે હોય છે, એટલું જ નહિ પણું શ્રી ગોમટજીનું જે ચિત્ર પૂજયભાવથી રાખવામાં આવે છે હેમાં પુરૂષ ચિન્હ ખુલ્લેખૂલું અને આખું ચિતરવામાં આવું હોય છે. નમ્ન મૂર્તિને માનવાની પ્રથા પાડનારા મહાપુરૂષોને મૂળ આશય “નગ્ન સત્ય” (naked Truth)ની ભાવનાને પ્રગટ કરવાને–અને તેથી પ્રશંસાપાત્ર-છે એમ હું પોતે કહીશ, પરંતુ કૅલેજના અજૈન વિદ્યાર્થીએ કાંઈ એવો ઉદાર ખ્યાલ લાવશે નહિ અને સંભવ છે કે કાઈ નહિ. ને કેાઇ અજન વિદ્યાથી તે પવિત્ર પદાર્થને અપમાન આપનારે શ દ બેલશે કે અટકચાળો કરશે,તે વખતે અંદરો અંદર ધાર્મિક ટંટા જ ચાલશે કે બીજું કાંઈ ? બ્રાહ્મણોના એક ભાગમાં લિંગપૂજાની રૂઢિ છે; હવે જે કે પ્રખ્યાત ફીલસુફ શેપનહેર એ થિઅરીને ઘણો સુંદર અર્થ બતાવે છે તે પણ જુવાન વિદ્યાર્થીઓ યુનીવર્સીટીના સ્થળમાં થતી લિંગપૂજા જોઈને શું કહેશે ? ધારો કે જેના તરફથી આપવાના કાળામાં સ્થાનકવાસી જૈનોએ પણ હિસે આપો અને તેઓએ દિગમ્બર મંદિર અને વેતામ્બર મંદિરની બાજુમાં પિતાના પંથન વિદ્યાર્થીઓ માટે એક સ્થાનક બાંધવાને હકક રજુ કર્યો ( જે હકક કરતાં કેટલાંક ચર્ચાપત્રો મહને મળ્યાં પણ છે ) અને એ સ્થાનકમાં કોઈ સ્થા. સાધુ મુહપતિસહિત આવ્યા, તે વખતે—જે કે મુહપતિને બચાવ પણ છે તો પણ–બીજા ધર્મના વિદ્યાર્થીઓ પૈકી એકાદ કોઈ હેની થેકડી નહિ જ કરી બેસે એની શું ખાત્રી? (વિદ્યાર્થીપ્રકૃતિ પ્રાયઃ સર્વત્ર એક સરખી જ હોય છે; અને સાયન્સ તથા બેંક સાથે જુવાનીની પ્રકૃતિ ભળે હાં ક્રિયાકાંડના કોઈ સ્વરૂપ પરને પવિત્ર ઝબ્બો ખસી જાય અને awe and respect અદશ્ય થાય તો એમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી.) એવી જ રીતે ધર્મશિક્ષણની બાબતમાં પણ મુશ્કેલી નડવાની છે.જૈનના ૩ ફાંટા છે, જેમાં વેતામ્બર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી તે એક જ સૂત્રોને માનનારા છે, પણ દિગમ્બરોના તો ધર્મગ્રંથો પણ. જૂદા જ છે; અને પહેલા બેમાં પણ ક્રિયાકાંડના સંબંધમાં મુખ્ય
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy