________________
કલકત્તા કૉન્ફરન્સ ઉપર ઉડતી નોંધ.
४८८ અને યુનિવર્સિટી જેવી સાર્વજનિક સંસ્થામાં જૈનોને ખરાબ દેખાવ થવા ન પામે એટલા માટે કેટલીક ચેવતણી આપવાની જરૂર રહે છે. કહેવામાં આવે છે તેમ ત્રણ કામોને અંગે ફંડની જરૂર છે. મંદિર બાંધવા માટે, રેસીડેન્સ્પેલ કૉર્ટર્સ અથવા જન વિદ્યાર્થીઓને રહેવાનાં જૂદાં મકાન બાંધવા માટે, તથા જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન શિખવનાર પ્રોફેસરને પગાર આપવા માટે. આ સ્થળે દેશદષ્ટિથી હારે મહારા વિચાર-તે ગમે તેવા અપ્રિય લાગે તોપણ કહેવાની જરૂર છે. મહને ભય છે કે, હિન્દુ યુનિવર્સિટીના જન્મદાતા માલવિયાજી ધર્મની સેવાના અસાધારણ અને હદપારના ધખારામાં દેશને લાભ કરતાં કદાચિત ગેરલાભ કરનારા વધારે થઈ પડશે. યુનિવર્સિટીનો મુખ્ય આશય માનસિક વિભૂતિઓ આપવાનું છે, અને આ ખાસ યુનિવર્સિટીમાં ધર્મતત્તવ ઉમેરવામાં આવ્યું છે તે માત્ર એટલો જ કારણથી કે પાશ્ચાત્ય શિક્ષણથી આ દેશના વિદ્યાર્થીઓ પોતાપણું ભૂલી જવા ન પામે અને પિતાના દેશ માટે તેઓમાં માનની લાગણી બની રહેવા પામે. હિંદના એક હજાર ને એક બહાના હેટા ધર્મપંથના ભેદો આ સંસ્થામાં દાખલ કરી શકાય નહિ, કારણ કે તેથી તો ઉલટું આજ સુધી ચાલ્યા આવતા ભેદભાવોને પુષ્ટિ મળશે, કે જે આ દેશની ખાણુંખરાબી કરનાર થઈ પડયા છે, અને વળી ઝગડા વધવા પામશે; એટલું જ નહિ પણ કેટલાક ધર્મની માન્યતાઓ તે એવી સંકુચિત છે કે હેને જે યુનિવર્સિટીમાં જગા મળી તે વિદ્યાર્થીઓ સંકુચિત દીલના થયા વગર રહેવાના નહિ. જે જરૂરનું છે તે એટલું જ કે, વેદધર્મ અને જૈનધર્મ એ બે હિંદના મુખ્ય ધર્મોનું તત્ત્વજ્ઞાન–માત્ર ફિલસુફી-શિખવવાને બંદોબસ્ત કરવો, કે જે ફિલસુફીઓ વિચાર શક્તિને ખીલવનારી અને જગત તથા છંદગીના કેયડાને ઉકેલવામાં મદદગાર થાય તેવી છે. વેદ ધર્મને માનનારામાં જે સંખ્યાબંધ પશે અને ભેદે છે અને જૈન ધર્મને માનનારામાં પણ, હેની સાથે એક યુનિવર્સિટીને કઈ લેવાદેવા ન હોઈ શકે, અને તે તે ધર્મપથની ધાર્મિક ક્રિયાઓ સાથે પણ. હાં સઘળા ધર્મના યુવાને વસતા હોય, હાં જૂદી જૂદી ધર્મક્રિયાઓ અને પંથ શિક્ષણ તથા ભિન્નભિન્ન પ્રકારની મૂર્તિઓ દાખલ કરવી એ કોઈ રીતે ઈષ્ટ નથી. પ્રથમ તે University Educationના આશયોને જ આ રીત હરત કરનારી છે; પરંતુ તે મુદ્દે