________________
૪૮૮
"
જૈનહિતેચ્છ.
(२) कलकत्ता कॉन्फरन्स उपर उडती नोंध.
આજ સુધીમાં મળેલી જૈન કૅન્ફરન્સ પૈકી કોઈએ કાંઈપણ દીલાસો લેવા જોગ કામ કર્યું હોય તો તે કલકત્તા ખાતે મળેલી અગીઆરમી વે , કોન્ફરન્સ હતી એમ સઘળાઓ સ્વીકારશે. એમ તો બધીએ કોન્ફરન્સો ઠરાવ કરે છે તથા લાંબાં ટુંકાં ભાષ
ને અને યથાશક્તિ મંડપ અને સરઘસને દેખાવ કરે છે, પણ કલકત્તા મેં ફરન્સમાં હિંદુ યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય શિખવવાના કામ માટે જે લાખેક રૂપિયાનું ફંડ થયું અને પ્રમુખ તરફથી જૂદી જૂદી સંસ્થાઓને જે દાન મળ્યું, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક અને ન. પંડિત માલવિયાજી જેવા હિંદના ત્રણ મહાન રાજકીય નેતાઓએ હાજરી આપીને કિમતી ઉપદેશ આપ્યો, તથા તીર્થને લગતાં યુદ્ધનું ઘરમેળે સમાધાન કરવાની હિમાયત કરનાર ઠરાવ (યુદ્ધ ક્ષેત્ર વચ્ચે પસાર થયો. આ બનાવ તે કૉન્ફરન્સને અગત્ય અને બીજી સઘળી કૅન્ફરન્સ કરતાં સરસાઈ આપનારા લેખાશે.
હિન્દુ યુનિવર્સિટીને અંગે થયેલા ફંડ સંબંધમાં જૈન ધર્મપ્રકાશ પત્ર લખે છે કે “હિંદુ યુનિવર્સિટીમાં જૈન સાહિત્યશિક્ષણ અને રેસીડન્સીને અંગે કાયદામાં એવું લખાઈ ગયું છે કે, જેનો ખાસ ખર્ચ આપે તો તેમને માટે અલગ Jain Chair (પ્રોફેસર) જૈન અભ્યાસની ગોઠવણ કરી આપવી. એને માટે કુલ ત્રણ બાબતનો ખર્ચ થવાને હિસાબ થતાં તે બાબતમાં રૂ. ૮૮૦૦૦ જેટલી રકમ આપણું ફાળા તરીકે આપવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તે સંબંધી કાર્ય કરવા એક કમીટી નીમવામાં આવી છે, બાકીની રકમને કેટલેક ભાગ સ્થાનકવાસીઓ આપશે. કાંઈક ભરાયેલી રકમમાં વધારે થશે અને અરધી રકમ દિગમ્બર બંધુઓ આપશે. એ વગેરે વિગતે મુકરર કરવાનું કાર્ય એ કમીટી કરશે. આ કાર્ય બહુ વ્યવહારૂ થયું છે.” અલબત વેતામ્બર, ભાઈઓએ ઘણું સારી રકમથી એક ઘણું વ્યવહારૂ કાર્યની શરૂઆત કરી છે અને હજી તેઓ હેમાં વધારો કરી શકશે એમ પણ દેખાય છે. દિગમ્બર ભાઈઓએ પણ પિતાને ફાળે આપવો જોઈએ છે, તેમજ સ્થાનકવાસી ભાઈઓએ પણ. પરતુ, ભૂતકાળમાં બનતું આવ્યું છે તેમ ભવિષ્યમાં પણ અંદરો અંદર કલહ થવા ન પામે.