SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ४८७ હેટા પુરૂષોનાં વચનને માથે ચડાવે તે જ સુખી થશે. હું માત્ર એટલું જ કહી શકું; કારણ કે મહને હમારી બુદ્ધિ અને ભલાઈમાં વિશ્વાસ છે અને હને ખાત્રી છે કે આપણે કલકત્તા ડીએ તે પહેલાં આપણું સંપના ઠરાવને તથા ત્રણે મહાપુરૂપોની સલાહને અમલમાં મૂકવાનું વ્યવહારૂ પગલું ભરવાનું ડહાપણ આપ જરૂર બતાવશે જ. સંપ ચાહનારે છૂટછાટ જરૂર આવી જોઈએ. એક વેંત નમશે તો બીજો હાથ નમશે, દીલ સાફ હોય ત્યહાં ટટે ઉભે રહી શકે જ નહિ “સજજને ! કોન્ફરન્સના બંધારણમાં પણ મે સારું કામ કરી શક્યા છે, તે માટે હમને મુબારકબાદી આપતાં હું નમ્રતાપૂર્વક અરજ કરું છું કે, હવે હરે કન્ફરતના ઈતિહાસમાં સુધારણાનું નવું પાનું આપણે આ વખતે શરૂ કરી દીધું છે હારે તે પાનું ઉંચામાં ઉંચાં કામે વડે પુરૂ ભરવું એ ફોન્ફરન્સના કાર્યધિકારીઓનું ખાસ કર્તવ્ય છે. એક કે ન્ફરન્સથી બીજી કાન્ફરન્સ સુધીના વખતમાં આન્ટલન અને ઉત્સાહપૂર્વક કામ કરવા તરફ ધ્યાન આપવા મારી ખાસ વિનંતિ છે; અને પ્રતિનિધિ સાહેબને પણ હારી અરજ છે કે આ કોન્ફરન્સના વિજય કે પરાજયના યશ અને અપયશમાં હહમારો ભાગ છે તે ભૂલશે નહિ, હમારે દૂરથી જોઈ રહેવાનું નથી પણ જે ઠરાવ હમારી હાજરીમાં અને હમારી સમ્મતિથી આજે થયા છે તે ઠરાવોને અમલ કરવામાં કે ફરન્સ ઑફિસને હમારે સતત મદદ કરવાની છે વાત કદાપિ ભૂલશે નહિ. ” વગેરે, વગેરે, વગેરે. આ ભાષણમાં હેમણે (૧) પોતાની ફરજ (૨) કૅન્ફરન્સના કાર્યવાહકોની ફરજ તેમજ પ્રતિનિધિઓની ફરજ મીઠ્ઠા નમ્ર શબ્દોમાં કહી બતાવી છે. આગળ જતાં રા. કુંવરજીભાઈ આણંદજી ( “જૈનધર્મપ્રકાશ” ના સમ્પાદક ) પ્રત્યે ખુલી રીતે કેટલુંક સ્પષ્ટ વક્તવ્ય કર્યું હતું, જેમાં હેમના અમુક પુરાણું દોષનું સ્મરણ કરાવ્યું હતું અને કચ્છીઓને ભાઈ તરીકે ગણવા વિનંતિ કરી હતી. “બુદ્રાબાવા-ની તે વખતની સ્વાભાવિક નમ્રતા, છટા, એકટીંગ વગેરેથી સભાજનો અંજાઈ ગયા હતા અને પાણી પાણી થઈ ગયા હતા એમ કબુલ કર્યા વગર એમના દુશ્મનને પણ ચાલશે નહિ. રા. કુંવરજીભાઈને હેમણે પોતાના ઉદાર સ્વભાવથી જીતી લીધા હતા; એ જય ખર. ખર અભિમાન લેવા ગ્ય અને સમાજને પણ હિતાવહ હતો. રા. કુંવરજીભાઈએ પણ જવાબ વાળવામાં પુષ્કળ સાકર પીરસી લીધી હતી. આપણે ઇચછીશું કે તે ઐકય બન્યું રહે અને કુવરજી. ભાઈએ આપેલું વચન નજીકના ભવિષ્યમાં સફળ થવા પામે.
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy