________________
કલકત્તા કૅન્ફરન્સ ઉપર ઉડતી નૈધિ.
હવે હિંદના ૩ મહાન રાજદ્વારીઓએ આપેલા ઉપદેશ તરા, આવીએ. લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી અને ન માલવિયા એ ત્રણેના વકતૃત્વથી જૈન કોન્ફરન્સ ઉપર વિજળીક અસર થઈ હતી. ત્રણેના ઉપદેશમાં મુખ્ય વાત જેને અંદરો અંદર લડે છે તે હતી. શિખરજી વગેરેને લગતા ધાર્મિક યુદ્ધોને ઘરમે નીકાલ કરવા અને ઐક્યબળ વધારવા ત્રણેએ ભાર મૂકીને આ– ગ્રહ કર્યો હતો. ભાષણના પ્રેમી જૈનેએ ) નાટકનાં ગાયનમાં મઝા માનનારાને ભાષણના હડતા–પડતા ધ્વનિથી ઘડીભરની મઝા પડે એ સ્વાભાવિક છે !) ત્રણે મહાપુરૂષોની વાતો ઉપર તાલીઓ તો ખૂબ પાડી, પણ એમનાં મન જરા પણ પીંગળ્યાં હોય એમ હવે તે લાગ્યું નહિ. શિખરજીના ભયંકર અને ખર્ચાળ ઝગડાના સમાધાનના તમામ સામગ્રી તે વખતે તૈયાર હતી,કોશીશ કરનારે કોશીશમાં બાર્ક : રાખી નહોતી, પણ તાળીઓ પાડનારા અને “ તીર્થોના ઝઘડાઓને લવાદી મારફત નીકાલ કરવાનું આ કૅન્ફરન્સ ખાસ પસંદ કરે છે; કારણ કે તેવી રીતે લવાદી મારફત ઝગડાઓને નીકાલ થવાથી જૈનકોમની લાખો રૂપિયાની નકામી બરબાદી થતી અટકે છે” એ ઠરાવ પાસ કરનારા વેતામ્બર જૈનોએ, “મહને હમારે બુદ્ધિ અને ભલાઇમાં વિશ્વાસ છે અને મહને ખાત્રી છે કે આપણે કલકત્તા છોડીએ તે પહેલાં આપણું સંપના ઠરાવને તથા ત્રણે મહાપુરૂષની સલાહને અમલમાં મૂકવાનું વ્યવહારૂ પગલું ભરવાનું ડહાપણ હમે જરૂર બતાવશે જ.” એવા શબ્દોમાં પ્રમુખ મહાશયે બતાવેલ આશાને સાચી પાડી નહિ તે નહિ જ. મને કહેતાં બહુ દુઃખ થાય છે, પણ આ તો “મુખમાં રામ, બગલમાં છરી' જેવું વર્તન થઈ જાય છે. બચાવમાં કહેવામાં આવશે કે કોન્ફરન્સ તે ઠરાવ માત્ર કરી શકે. લડનારા લડે તેમાં કફરસ શું કરે ? પણ આ માત્ર આત્મઠગાઈ છે. કોન્ફરન્સ એ કોઈ નામ માત્ર કે કલ્પના નથી પણ આગેવાનોનું ટોળું છે, અને લડનારા પણ આ જ આગેવાનેમાંના હોય છે. જેમણે સંપના ઠરાવમાં હા ભણી છે તેઓ જ યુદ્ધના નાયક હોય છે. સુલેહની માગણી સામા પક્ષ તરફથી થાય એવા અનુકૂળ વખતે પણ લડવાના જ ઘટઘડાય એના જેવું અફસોસજનક બીજુ શું હોઈ શકે? સઘળી બાજી તૈયાર હોવા છતાં હાલ તુરત તેર ખાનગી રાહે બધું નકકી કરી રાખવાનું આવે એ કેવી વાત E