________________
૪૮૨
જનહિતેચ્છુ. પડતી કે નાણાં વડે તેઓ શું કરવા માગે છે. એ તે ગમે તેમ હે, પણ એક બીજાને દેષ કહાડવામાં અને બન્ને પક્ષનાં નાણુને નિરંતર પ્રવાહ વહેવડાવવામાં ચુસ્ત રહેવાને બદલે વેતામ્બર પક્ષે જૈન સમાજના નાણુને વ્યર્થ દુરૂપયોગ થતો અટકાવવા ખાતર તાકીદે બન્ને પક્ષના દશ દશ પંચને એકઠા કરી સુલેહનો માર્ગ કરી લેવો જોઈએ છે, કે જેથી હારવા-જીતવાનાં બ્યુગલ બંધ થવા પામે અને ખાટી ઉકેરણીઓ ઠંડી પડે. વેતામ્બર કૅન્ફરન્સના
* આ લખાણનું બીજીવારનું ગુફ સુધારવા માટે મારી પાસે મોકલવામાં આવ્યું તે દિવસે બે નવી બાબત મહા વાંચવામાં આવી, જેને ઉલ્લેખ અત્રે કરવાની જરૂર છે. પહેલું એ કે, દિગબર આગેવાન શેઠ, હુકમચંદજીની સહીવાળી એક જાહેર ખબર આજે માર્ચમાં એક દિગમ્બર૫ત્રનાં વાંચવામાં આવી, જેમાં શિખરજી માટે લડવા સાર દોઢ લાખ રૂપિઆના ફંડની અપીલ કરવામાં આવી છે. તે જ વખતે શ્વે-- તામ્બર ફીરકાના “જપત્રના તા. ૨૪ માર્ચના અંકના મુખ્ય લેખમાં કેટલીક ટીકા વાંચીને મનને ઘણું દુઃખ થયું. સુલેહની જહેને ક્લિત છે હેનાથી એક પણ પક્ષને દેષ કહાડનારી વાતે જાહેરમાં મુકી શકાય નહિ, તેથી મહારે “જૈન” પત્રની ટીકાને પુરે જવાબ વાળવામાં ઉદાસીનતા ધારણ કરવી પડે છે. ઇશારા માટે એટલું કહીશ કે, અમુક અમલદારને હુકમચંદજી શેઠ ખાનગીમાં મળ્યા અને તેથી “શ્વેતાંબર સમાજે સમેદશિખરની કુલ માલકી ખરીદી લીધી” એવા એ પત્રકારને મળેલા સમાચાર પર, આવા ખેંચતાણુના સંગે ધ્યાનમાં રાખ્યા હોત તે, તેઓ આધાર રાખત નહિ. “ ખાનગીમાં મળ્યાં” જાહેરમાં મળ્યા એ વાતને તેડ એટલા ઉપરથી થઈ શકશે કે તેમણે લવાદ ઉપર કેસ મુકવાની લેખીત અરજી આપેલી છે. શું આવી અરજી આપવામાં મલીન આશયને સમાવેશ હોઈ શકે છે કે જેથી ખાનગી મુલાકાતને આરોપ મૂકવાનું કારણ મળે? અને શ્વેતામ્બર ભાઈઓની પહાડના કબજા માટેની હીલચાલ તો ઘણું વખત ઉપરની હતી, જે કલકત્તા કોન્ફરન્સ. વખતેજ અને તે પણ ધારાસભાના મેમ્બરમાં થયેલા પ્રશ્નના છપાયલા તાજા રિપોર્ટ પરથી જ દિગમ્બરે જાણવા પામ્યા હતા. બીજું એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે, હુકમચંદજી શેઠ ખાનગીમાં અમલદારને મળ્યા અને તથી શ્વેતામ્બરેએ પહાડની માલકી ખરીદી લીધી, એમ કહેવું એ પણ એક અમલદાર માટે ખેટે મત ઉપ્ત કરાવવા જેવું થાય છે. અમલદારે હુકમચંદજીની લેખીત અરજી૫રથી શ્વેતામ્બર પક્ષકારને તા. ૧-૨-૧૮ ના:
ફીસીઅલ પત્રથી પૂછાવ્યું હતું કે તેઓ લવા દમાટે તૈયાર છે કે કેમ ? આમાં ખાનગીનગર ખાનગી જેવું હતું જ શું? અને જે હુકમચંદજી ખાનગીમાં માન્ય.