________________
સમયના પ્રવાહમાં.
४८१
નામ પિતાની ઇચ્છા મુજબ, અને વેતામ્બર પચેનાં નામ કલકત્તા મુકામે થયેલી વાતચીતના આધારે.) કમીશનરે તે માગણી ઉપરથી શ્વેતામ્બર પક્ષને પત્ર લખ્યો કે તેઓ તેમ કરવા ખુશી છે કે અને ખુશી હોય તે અમુક તારીખે લવાદેને હાજર રાખવા આ પછી ૫-૭ દિવસના અરસામાં જ દિગમ્બરોના જાણવામાં આવ્યું કે શ્વેતામ્બર અગ્રેસરની પહાડની માલકી મેળવી લેવાની તજવીજ પુરી થઈ ચૂકી છે. અને આ વેતામ્બર બાબુ તે જ છે કે જેઓએ -સુલેહના મિશનની શરૂઆતમાં એક લાગણી ભર્યા પત્રમાં લખ્યું હતું કે, હું હમને સંપૂર્ણ વિજય ઇચ્છું છું; હાલમાં જે કે મહારા વડીલની હયાતીમાં મહારાથી વ્યવહારૂ મદદ આપી શકાય તેમ નથી, તથાપિ જે હમે અત્રે આવો તો હું વડીલશ્રીને હમજાવી હેમની સમ્મતિ મેળવી આપવા બનતું જરૂર કરીશ. આ ગૃહસ્થના વડીલશ્રી હાલ સ્વર્ગસ્થ થયા છે અને હવે તેઓ પોતાની ઇચ્છાના એકલા માલીક છે, છતાં સુલેહની ખુલ્લી વાતે દરમ્યાન પહાડ ખરીદી લે. વાની ધાંધળ હેમને કેમ ગમી હશે તે હું હમજી શકતો નથી. સંભવ છે કે, મક્ષીજીમાં દિગમ્બરોને મળેલી તાજી છત વૈરની લાગણી પ્રેરનારી થઈ પડી હોય. આમ બનવું એ સ્વાભાવિક છે, તેથી હું એમને દોષ નહિ દઉં; પણ મોટા પુરૂષોએ સામાન્ય મનુષ્ય કરતાં વધારે ઉદાર અને સહનશીલ વત્તનને દાખલો બેસાડ જોઈએ એટલું તે કહેવું પડશે. દિગમ્બરોએ પણ મક્ષીજી કેસનું જજમેન્ટ મળ્યા બાદ એટલેથી અટકીને ચક્ષુ દૂર કરવાની સત્તાને ઉપયોગ કરવાનું, શિખરજી બાબતમાં પંચની નીમણુક થાય છે કે નહિ તે જોવા માટે, મુતવી રાખ્યું હોત તો વધારે ઠીક થાત. આ પ્રશ્ન અત્યારે એટલે ગુંચવાયલો અને દુઃખદાયક થઈ પડે છે કે હેના ઉપર વિશેષ બોલવા જતાં જે થોડેઘણે પણ બાજી સુધરવાનો સંભવ હોય તે દૂર થઈ જવાનો ભય રહે છે. તેથી હું કઈ ઉપર કટાહા કરવાથી ઇરાદાપૂર્વક વેગળો રહીશ. માત્ર એટલું જ કહીશ કે, પહાડ હાથમાં આવ્યો તેથી કોઇએ ખુશ કે નાખુશ થઇ જવાનું નથી. સજજનોના એક સમૂહે સજજનેના બીજા સમૂહને આપેલું ગમે તેવું ખાનગી પણ વચન તે વચન જ છે અને જયાં સુધી તે ન પાળવામાં આવે ત્યહાં સુધી જૈનકેમના માથા પરથી ભવિષ્યના રંટાની ધાસ્તી દૂર થવાની નથી. દિગમ્બર પિપરોમાં હમણું નાણાં એકઠા કરવા બાબતમાં અપીલ પર અપીલ છપાયા કરે છે. ખબર નથી