________________
४८०
જૈનહિતેચ્છુ. મ્બર ભાઈઓએ જૈનને સંપ જેને ન કરી શક્યા એવું ન દેખાય એટલા ખાતર શુભ આશયથી સૂચવ્યું કે, બન્ને પક્ષના અમુક ગૃહસ્થને પંચ નીમી હેમની પાસેથી જ છેવટને ઇનસાફ લેવો. દિગમ્બરોએ તુરત પોતાના પક્ષનાં નામે આપ્યાં અને વેતામ્બર નામે નકકી કરવા અરજ કરી. અમદાવાદ કૅન્ફરન્સના પ્રમુખ મહાશયના ઘેર કૅન્ફરન્સના આગેવાનોને પાર્ટી આપવામાં આવી હતી તે વખતે શ્વેતામ્બર અગ્રેસરોએ આ વિષય માંહોમાંહે ચઓ અને અમુક નામે આપવાનું ખાનગી રાહે નકકી પણ કર્યું, પણ જણાવ્યું કે કલકત્તાથી પાછા ફર્યા બાદ ફરી ત્યાં જઈ લવાદનું કામ કરીશું. આ જવાબ પછી દિગમ્બર આગેવાનોને પહોંચાડવામાં આવ્યો હતે. અને તે વખતે એક તાજા ન્યૂસપેપરમાંથી એક દિગમ્બર રાયબહાદુરે વાંચ્યું હતું કે શિખરજી પહાડના વેચાણ બાબતમાં કાઉન્સીલમાં સવાલ જવાબ થયા છે. તેમણે કહ્યું કે, જે શ્વેતામ્બર ભાઈઓ સુલેહની વાત કરતા જવા સાથે ખાનગી રાહે પહાડની ખરીદી માટે કોશીશ કરતા હોય તો અમને સહન કરવું પડે. શ્વેતામ્બર સજજનોએ કહ્યું કે, અમે તે બાબતમાં કાંઈ જાણતા નથી; પણ ધારો કે એમ પણ બને અને પહાડને કબજે શ્વેતામ્બરાના હાથમાં જાય તો પણ ઘરમેળેની સમાધાનીથી હમને હમારા વાજબી હકે મળવામાં હરકત આવે નહિ જ. ત્યાર બાદ મુંબઈ જઈને તાકીદે સકળ સંઘની મંજુરીથી પંચ નીમવાનું કામ કરવાનું નક્કી કરી સૈ છુટા પડયા. મોહમયી મુંબઇમાં હવે આ કામ આવી પડયું ? અહીની બધી હિસ્ટરી જાહેરમાં મૂકવામાં હિત જણાતું નથી: અહીં એટલું કહેવું બસ થશે કે, એવું રૂ૫ આવ્યું કે કોન્ફરન્સ ઓફિસ મારફત આ કામ કરવું. કોન્ફરન્સ રીસની મીટીંગમાં આ સવાલ મૂકાયો, ચર્ચા અને દિગમ્બરના આવેલા પત્રને શું જવાબ લખે એ બાબતમાં કલકત્તાવાળા અમુક બાબુને પૂછવાનું ઠરાવ્યું, જે છે તે બાબુ કલકત્તામાં થયેલી ગોઠ-- વણમાં શામેલ હતા તેથી હેમેને ફરી પૂછવાનું કાંઈ રહેતું નહતું. દિગમ્બર ભાઈઓએ તુરત હજારીબાગના કમીશનરની પાસે જઇને રૂબરૂમાં અરજી આપી, એવી મતલબની કે, તેઓ બન્ને પક્ષના અમુક ગૃહસ્થના પંચની મારફત ઘરમેળે ચુકાદો કરાવવા ખુશી છે અને સરકારે તેમાં કરવા દેવું. તેઓએ બન્ને પક્ષના. પાનાં નામ પણ તે અરજીમાં સૂચવ્યાં હતાં (દિગમ્બર પંચોનાં
H