________________
૪૭૮
જેનહિતેચ્છુ.
વધારે ભલાઈવાળી દરખાસ્ત રજુ કર્યા વગર રહી શકે જ નહિ. પણ કહી છે એ ભલાઈ? કહાં છે ભગવાનની ભક્તિ? આજે તો જોઈએ છે હોટાઈ અને મોટાઈ માટે જોઇએ છે યુદ્ધો, તે પણ પારકાને ખર્ચ અને હિસાબે અને જોખમે !
હને કહી લેવા દે, આ પ્રસંગે મહારે માટે મુંગા રહેવું એ ભયંકર ગુન્ડા સમાન છે. શિખરજીને લગતા કેસનો પંચદ્વારા ફેંસલે કરાવવાના મહારા “મિશન'ની શરૂઆતમાં દિગમ્બરો પૈકી તે માત્ર બેચાર સજજનેની જ સહાનુભૂતિ હતી, હાર સુમારે એક ડઝન જેટલા તામ્બર સજજનાની સહાનુભૂતિ શરૂમાં જ મળવા માટે
હે તે પક્ષને વાજબી ધન્યવાદ આયે હતો. આગળ વધવાની હિમત હને મળી હોય તે તે આ વેતામ્બર મહાશયને જ આભારી છે, એમ છતાં મહારે આજે તામ્બર પક્ષની શીથીલતા માટે ઇસારે કરવો પડે છે તે માટે હું બહુ દીલગીર છું. શરૂમાં દિગમ્બર પક્ષને, સુલેહના મિશન પ્રત્યે, ખુલ્લો તિરસ્કાર હતો. હારી હીલચાલ વિરૂદ્ધ હેમના મહેટા અગેવાનોની સહીઓ સાથેનું પેમ્ફલેટ કહાડવામાં આવ્યું હતું અને ધર્મ માટે લડવું એ ઈષ્ટ છે એમ સાબીત કરનારી દલીલો આપવા સાથે મહારું અંગત અપમાન પણ હેમાં કરવામાં આવ્યું હતું, જે હે ચુપકીથી સહવું વાજબી ધાર્યું હતું. આગળ જતાં ઇદેરમાં મહાવીર જયતિ ના જાહેર મેળાવડાનું પ્રમુખપદ લેવા મહને બોલાવવા આવેલા દિગમ્બર પત્રકાર સાથે ઈદર જઈ એ માન શેઠ હુકમચંદજી (દિગમ્બર કોમના તાજ વગરના રાજા) ને અપાવી હેમની સમક્ષ સભામાં મહે શિખરવાળા ટેટાની શાન્તિ માટે તીખા શબ્દોમાં અપીલ કરતાં તેઓનું હૃદય એટલું પીંગળ્યું હતું કે હેમણે તે જ ક્ષણે જાહેર કર્યું હતું કે, “ જેમાં અંદરોઅંદર આવા ટેટા થવા પામે એ “લત વાલો વત” છે-નિહાત રા યતિ' છે...બન્ને પક્ષમાં કેટલાક ઉશ્કેરણી કરનારાઓ છે, જેમને લીધે જ આવા ટંટા ઉભા થાય છે, અને લાખોના ખર્ચે લંબાયા કરે છે..મી. વાડીલાલના આ પવિત્ર ઉત્તમને ખરો આશય હવે હું સમજ્યો છું અને હું ખાત્રી આપુ છું કે એ મિશન માટે પ્રારા મન-વચન-કાયાથી સેવા બજાવવા હું તૈયાર છું; &ાં સુધી કે જૂતી ઉઠાવવી પડે તે પણ તૈયાર છું, આકાશ-પાતાળમાં જવું પડે તો પણ તૈયાર છું.... જૈન સમાજમાં એકય અને સાત્તિ પ્રસ વગર સમાજબળ કદાપિ