________________
સમયના પ્રવાહમાં.
૪૭૭
હૃદયમાં ધ્યાન ધરવામાં મશગુલ બનતા હોય છે તેથી પણ હું ખુશી થાઉં; એટલું જ નહિ પણ જૈનેતરે પણ જે મહારા જૈન દેવની પૂજા કરવા આવે તો તે જોઈ હું બેવડે ખુશી થાઉં. હારા ભગવાનને અમુક ફિરકાની ટુંક મર્યાદામાં ગોંધી રાખવાનો વિચાર સરખો પણ મને અસહ્ય લાગે. જે બીજા જેનોની અને અમારી પૂજનવિધિ જૂદી હોવાના કારણે તકરાર ઉભી થતી હોય તે હં, જેમ સગ્ગી માતાએ પિતાના બાળકના ટુકડા કરી ખેંચી લેવા તૈયાર થયેલી બનાવટી માતાને તે છોકરો આખો ને આખો સેપી દેવામાં જ પુત્રવાત્સલ્ય માન્યું તેમ, હું પણ તીર્થસ્થળ આખું ને આખું મહારા બીજા જૈન ભાઈઓને સેપવા ખુશી થાઉં અને તે સ્થળે બીજું મંદિર કરાવી લઈ રહ્યાં પૂજન કરી સંતોષ માનું; કારણ કે તે પવિત્ર ભૂમિના અકેક બિંદુપર સિદ્ધ થઈ ગયા હોવાથી તમામ જમીન એક સરખી પવિત્ર છે. છોકરા પર હક્ક છેવાથી મન વાળવાનું એક પણ સાધન ન રહેતું હોવા છતાં પુત્રવત્સલ માતાએ છોકરાને વહેંચી ન લેતાં આખે તો તે બીજી સ્ત્રીને આપવાની ઉદારતા બતાવી, હારે મહને તે અમુક પહાડપર જહાં અમુક મંદીર કે પગલાં છે તે જગા હેની પૂજા કરવા ઇચ્છતા હાર ભગવાનના બીજા સેવકોને સેપી દેવા છતાં પણ નજીકની બીજી જગા કે જહાં પણ એટલા જ પરમપુરૂષો થઈ ગયા છે હેને લાભ લેવાનો તો કાયમ જ રહે છે. પુત્ર ઉપરના દુનીયાવી પ્રેમ ખાતર જો એક સામાન્ય માતા આટલી ઉદાર થઈ શકી, તો પ્રભુ ઉપરના આધ્યાત્મિક પ્રેમ ખાતર હું ધર્માથી પુરૂષ શું હારા જ દેવના ભકતોના લાભમાં આટલીએ ઉદારતા ન કરી શકુ ? અને ન જ કરી શકું તો હું ખરે ભક્ત નથી, મહારા ભગવાનની કીર્તિને જાંખપ લગાડનાર ઢેગી છું. તેથી પણ આગળ વધીને જે હું મારામારી, ગાળાગાળી, લાંચરૂશવત, કે કોર્ટ દ્વારા લડીને ધર્મ નિમિત્તે એકઠું થતું ધન ખર્ચી નાખી મહારા દેવના ભકતને પૂજા કરતા અટકાવવામાં આનંદ માનું તે હું દિગમ્બર કે શ્વેતામ્બર હોવાને ગમે તેટલો દાવો કરું તે છતાં મહારાજે મહારા ભગવા
ને દ્રોહી બીજે કયો હોઈ શકે?” હું જે મૂર્તિપૂજક જૈન હેઉં તે એમ જ કહું અને એમ જ કરું; અને મહને સોળે સોળ આના ખાત્રી છે કે એ હદયની પવિત્રતાને પડઘો પાડયા વગર વિરૂદ્ધ પક્ષ રહી શકે જ નહિ, અને મહારી ભલાઈ કરતાં પણ