SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ४७३ જોઇએ, એક ગ૭ કે એક સાધુ કે એક સિદ્ધાન્તના પક્ષકાર તરફથી નીકળતું ન હોવું જોઈએ, અને કોઈ પણ બનાવ, વસ્તુ, મનુષ્ય કે હકીકત ઉપર અનેક દૃષ્ટિબિંદુથી જોઈ શકવા જેટલા વિશાળ વાચન-મનન અને પવિત્રતા વગરના મનુષ્ય તરફથી નીકળતું ન હોવું જોઈએ. તે સાથે તે પત્રના વિચારો સર્વત્ર ફેલાઇ પામે એટલા માટે હેની કિમત નામ માત્રની જ રાખવી જોઇએ, એટલું જ નહિ પણ હજારો પ્રતો વિનામૂલ્ય પણ ફેલાવી શકાય એટલી આર્થિક સગવડ કરી રાખવી જોઈએ. એક લાખ રૂપિયાની મુડીથી આ પ્રયોગ ફતેહમંદીથી કરી શકાય તેમ છે, અને આટલા જૈન શ્રીમંતો આજની જૈન કેમની દક્ષા પર ખોટી અસુ પાડે છે તેઓ પૈકીને કોઈ એક જ-જે માત્ર પ્રમાણિક થવા માગતો હોય તે–તેટલી રકમ કહાડી શકે તેમ છે. આ બાબતમાં મહું એક છેજના પણ કરી હતી અને ઉદાર વિચારના એક દિગમ્બર વિદ્વાન, તાપર વિદ્વાન તથા એક સ્થાનક્વાશી વિદ્વાનના અધિપતિપણું નિચે આવા એક સાપ્તાહિક પત્રની ગુજરાતી તેમજ હિંદી એમ બે આવૃત્તિઓની પચીસ પચીસ હજાર પ્રતે કહાડવાની અને હી એક પણ જૈનનું ઘર હાય હાં-છેવટે વિનામૂલ્ય પણુ–એક પ્રત તો મોકલવાની પેજના કરી હતી, કે જે પેજનાના અમલ માટે ભીખ માગવી નહિ એવો મહારો નિશ્ચય હોવાથી અનુકુળ તકની રાહ જોતા બેસવું પડયું હતું. આવા પત્રની હયાતી માત્ર પાંચ જ વર્ષ રહેવા પામે તો પણ બસ છે; પછી હેની જરૂર પણ રહેશે નહિ. હું રહમજું છું કે હાલ તે આ વિચાર ‘હવાઈ તરંગ' જ ગણાશે. પણ હેની ચિંતા નથી; અંબા મોસમે જ પાકે છે. અને તીવ્ર ઇચ્છાબળથી કરાયેલી ભાવના હારે હારે પણ મ્યુલરૂપમાં ઉગી આવ્યા સિવાય રહેતી નથી જ. After all, everything in the world is the materialisation of the Will & idea. અસ્તુપ્રમુખે ઐકય પર બેલતાં, ચુપેપરની જરૂર સંબંધે બે જ લીટી કહ્યા પછી, બીજી સૂચનાઓ–તે જ વિષયમાં-નીચે મુજબ આપી છે:-- '' (૧) “ દરેક જનસભાઓ, એસોસીએશને, અને મંડળોનાં દ્વારા જુદા જુદા પ્રાંત અને ગછના જૈને માટે ખુલ્લાં થવાં જે
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy